Site icon Vibes Of India

તમારા કોરોનાની આગામી રસીનો સમય શા માટે આટલો મહત્વપૂર્ણ છે?

તમારી હવે પછીની કોરોનાની રસીનો સમય પહેલા કરતા વધુ મહત્વનો હોઈ શકે છે, કારણ કે કેનેડામાં અત્યંત ચેપી ઓમિક્રોનનાં સબવેરિયન્ટ્સ વધી રહ્યા છે અને અગાઉના રસીકરણ અને ચેપથી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાથી વધુ કેસોમાં ઉછાળો આવે તેવી આશંકા છે.

કેનેડા ફરી એકવાર વેરિઅન્ટ્સ માટે એક હોટબેડ છે, જેમાં બીએ.2.12.1નાં કેસો 40 ટકાથી વધુ છે, જ્યારે બીએ.4 અને બીએ. મેના અંતમાં 10 ટકાથી વધુના દરે વધી રહ્યા હતાં. જોકે મોડેલિંગ નિષ્ણાતો બીએ.4 અને બીએ.5ના કેસોનું પ્રમાણ 20 ટકાથી વધુ હોવાનું કહે છે, અને તે 50 ટકા જેટલું ઊંચું હોઈ શકે છે. જે આગામી સપ્તાહોમાં વધવાની સંભાવના છે.

કેનેડાના મુખ્ય જાહેર આરોગ્ય અધિકારી ડો.થેરેસા ટેમે શુક્રવારે એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે કોવિડ -19 એ દર્શાવ્યું છે કે આગામી દિવસોમાં તે વધુ આશ્ચર્યજનક નિવડી શકે છે.આ વાયરસ હજી પણ કેનેડામાં અને દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે અને વાયરલ ઉત્ક્રાંતિ અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જેવા પરિબળો તેને અસર કરશ તેમ મનાઇ રહ્યું છે.સ્થિતિ ભવિષ્યમાં ગંભીર થઇ શકે છે.કેમ કે નવા વેરિઅન્ટ હજુ આવી શકે છે.

યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયામાં મોડેલિંગ અને ઇવોલ્યુશનરી બાયોલોજીના નિષ્ણાત સારાહ ઓટ્ટોએ જણાવ્યું હતું કે, ઓમિક્રોન વિકસિત થયો છે અને તે ઓમિક્રોન પહેલાંની આપણી રસીઓ અને ચેપ કરતા ખૂબ જ અલગ છે. તમને જે પ્રકારની રોગપ્રતિકારક શક્તિ મળી છે તે એક અલગ વેરિઅન્ટ છે.
તેમણે જણાવ્યું કે તમે કેટલા ડોઝ લીધા તે નહીં પણ છેલ્લો ડોઝ ક્યારે લીધો તે અગત્યનું છે.કેમકે આપણા લોહીના પ્રવાહમાં ન્યુટ્રલાઇઝિંગ એન્ટિબોડીઝ વાયરસને પણ ઓળખી રહ્યા નથી.

તેથી જ વાયરોલોજિસ્ટ્સ અને ઇમ્યુનોલોજિસ્ટ્સ કહે છે કે અન્ય સંભવિત લહેર પહેલાં અથવા કેનેડામાં નવા વેરિએન્ટ્સ વધવાનું શરૂ થાય ત્યારે આપણે આગામી ડોઝનો સમય નક્કી કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તમારે ચોથો ડોઝ ક્યારે લેવો જોઈએ?

કેનેડાની નેશનલ એડવાઇઝરી કમિટી ઓન ઇમ્યુનાઇઝેશન (એનએસીઆઇ)એ એપ્રિલમાં 80 અને તેથી વધુ વયના વરિષ્ઠો અને નબળા લોકો બીજા બૂસ્ટરની જોરદાર ભલામણ કરી હતી, પરંતુ તમામ કેનેડિયનો માટે ચોથા ડોઝની ભલામણ કરી ન હતી. એઅપડેટ કરેલી રસીઓ જે ઓમિક્રોન સબવેરિયન્ટ્સ સામે વધુ સારી રીતે કામ કરી શકે છે, અને અન્ય રસી આવે તે પહેલા આપણેને સમય મળી રહે છે.

એનએસીઆઇ સામાન્ય રીતે બીજા બૂસ્ટર માટે તેમના છેલ્લા ડોઝ પછી છ મહિના રાહ જોવાનું કહે છે જોકે નવી લહેરને ધ્યાનમાં રાખીને તેના કરતાં ઓછા સમયમાં પણ તે લેવાની જરુર પડી શકે છે. ઓટ્ટોએ જણાવ્યું હતું કે, બીએ.4 અને બીએ.5થી કેસો વધી રહ્યા છે. ત્યારે આપણે બુસ્ટર ડોઝને મહત્વ આપવું જોઇએ. તમે રસી લેવા માટે લાંબો સમય રાહ જુઓ અને જ્યારે નવી લહેર આવે તે વધુ શક્તિશાળી હોય છે. કેનેડાએ ખરેખર નવી લહેરની શરૂઆતમાં જ રસી આપવા વિચારવું જોઇએ.

યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના ઇમ્યુનોલોજિસ્ટ જેનિફર ગોમરમેન કહે છે કે ઓમિક્રોન-સ્પેસિફિક બૂસ્ટર ઓમિક્રોન સબવેરિયન્ટ્સ સામે અસરકારક હોઈ શકે છે – પરંતુ ફક્ત ત્યારે જ જો વાયરસ આગામી મહિનાઓમાં બદલાય નહીં.

કેનેડિયન સેન્ટર ફોર વેકસિનોલોજી અને સાસ્કાટુનમાં કોવેક્સિન એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝ ઓર્ગેનાઇઝેશનના વાયરોલોજિસ્ટ એલિસન કેલ્વિને જણાવ્યું હતું કે બાયવેલેન્ટ રસી હવે ફરતા ઓમિક્રોન સબવેરિયન્ટ્સ સામે રક્ષણ આપશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે.