ટેસ્લાના માલિક એલોન મસ્ક આખરે ટ્વિટર કર્મચારીઓને વર્ચ્યુઅલ મીટિંગ દ્વારા સંબોધિત કરશે. ચીફ એક્ઝિક્યુટિવ પરાગ અગ્રવાલ તરફથી સ્ટાફને એક ઈમેલમાં જણાવાયું છે કે, એલોન મસ્ક એપ્રિલમાં તેની $44 બિલિયનની બિડ શરૂ કર્યા પછી ટાઉન હોલમાં પ્રથમ વખત ટ્વિટર કર્મચારીઓ સાથે વાત કરશે, જેથી તેમની મુશ્કેલીઓને દૂર કરી શકે અને ભવિષ્ય માટે તેમના વિઝનને આગળ ધપાવી શકે. આ બેઠક ગુરુવારે થશે.
ટ્વિટરના કર્મચારીઓ આ બેઠકમાં તેમને પ્રશ્નો પૂછી શકે છે. બિડની જાહેરાતથી ઘણા કર્મચારીઓને ચિંતા હતી કે અબજોપતિનું અસંગત વર્તન વ્યવસાયને અસ્થિર કરી શકે છે અને નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે. આ બેઠકનો ઉદ્દેશ્ય તે આશંકાઓને ઓછો કરવાનો છે.
44 બિલિયન ડોલરની ડીલને ત્યાં સુધી થોભાવવામાં આવી છે જ્યાં સુધી તેને સ્પામ અને ફેક એકાઉન્ટ્સ વિશેનો ડેટા નહી મળે. તેણે ધમકી પણ આપી હતી કે જો તેને ડેટા નહીં મળે તો તે સોદો છોડી દેશે.
ટ્વિટરે મસ્કની માંગણીઓનું પાલન કરવાનું નક્કી કર્યું છે અને અનામી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ અઠવાડિયે જ માહિતી પૂરી પાડવામાં આવી શકે છે. ડેટામાં માત્ર ટ્વીટના રીઅલ-ટાઇમ રેકોર્ડનો જ સમાવેશ થતો નથી, પરંતુ તે જે ડિવાઇસમાંથી ટ્વીટ કરવામાં આવ્યા હતા તે એકાઉન્ટ્સ વિશેની માહિતીનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: મસ્કનું ‘એલનગેટ’: જાતીય પજવણીના આરોપની પતાવટ માટે સ્પેસ-એક્સે અઢી લાખ ડોલર ચૂકવ્યા