એક 32 વર્ષીય પરણીતાએ (wife) તેના પતિ, એક નિવૃત્ત આર્મી કર્મચારી વિરુદ્ધ FIR નોંધાવી છે.
ગયા વર્ષે મહિલાનો પતિ સુશીલકુમાર તોમરના નિવૃત્ત થયા પછી, તેની પત્ની (wife) સોનિયા પર લગ્નેતર સંબંધો હોવાની શંકા કરી અને હેરાન કરી હતી. પતિના ત્રાસથી કંટાળીને સોનિયા ઘર છોડીને જતી રહી હતી અને એક ભાડાના ઘરમાં રહેવા ગઈ હતી.
આ પણ વાંચો: જીગ્નેશ મેવાણીને આસામમાં જામીન મળ્યા બાદ બીજા કેસમાં ધરપકડ
પતિને આ વાતની જાણ થતાં તે ત્યાં ગયો અને મકાનમાલિક સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ સોનિયાએ સરદારનગર પોલીસમાં FIR દાખલ કરી હતી.