શું ‘બિગબોસ OTT’ શોની વિજેતા દિવ્યા અગ્રવાલ લેશે ‘બિગબોસ ૧૫’માં એન્ટ્રી?

| Updated: September 21, 2021 12:07 pm

ઓટીટી પ્લેટફોર્મ પર પ્રથમ વખત શરૂ કરવામાં આવેલ બિગબોસની સિઝન સમાપ્ત થઈ ગઈ છે. આ શો કરણ જોહરે હોસ્ટ કર્યો હતો.  ‘બિગ બોસ OTT’ના છ અઠવાડિયાના નાટક, ઝઘડા, ઉતાર – ચડાવ બાદ શો ને તેના વિજેતા મળી ચુક્યોચુક્યા છે. આ શોની વિજેતા છે દિવ્યા અગ્રવાલ.

દિવ્યા પહેલેથી જ ‘એસ ઓફ સ્પેસ’ જીતી ચૂકી છે અને ઘણા રિયાલિટી ટીવી શોનો ભાગ હોવાથી દિવ્યાએ અનુભવ સાથે ઘરમાં પ્રવેશ કર્યો હતો. તે કોઈપણ જોડાણ વગર આ શોમાં આવી હતી. જોકે ઘરમાં એક સપ્તાહ બાદ દિવ્યાએ ઝીશાન ખાન સાથે જોડાણ બનાવ્યું હતું. પરંતુ ટૂંક સમયમાં જ તે શોમાંથી બહાર નીકળી ગયો હતો.

એકબીજા સાથેના કનેક્શનની આસપાસ ફરતી રહેતી રમતમાં, દિવ્યાએ એકલા જ હાથે ખિતાબ પોતાના નામે કર્યો હતો. દિવ્યા દરેક કાર્ય અને એલિમિનેશનમાં બચી ગઈ હતી અને છેવટે તે ‘બિગ બોસ’ ઓટીટીની સૌથી મજબૂત દાવેદાર બની ગઈ હતી.

જ્યારે પણ દિવ્યાને પોતાની સાથે કઈ ખોટું થઇ રહ્યું છે તેવું લાગ્યું ત્યારે ભૂતપૂર્વ ‘સ્પ્લિટ્સવિલા’ના સ્પર્ધકે પોતાના માટે ઉભા રહેવાની પૂરતી હિંમત બતાવી હતી અને તેને શોમાં ટકી રહેવા માટે પ્રોત્સાહિત કરી હતી.

ગ્રાન્ડ ફિનાલેમાં દિવ્યાએ નિશાંત ભટ્ટ અને શમિતા શેટ્ટીને ફર્સ્ટ અને સેકન્ડ રનર્સ અપ તરીકે પાછળ રાખીને ટ્રોફીને હાંસલ કરી હતી..

દિવ્યાએ આપેલા ઇન્ટરવ્યુમાં શેર કર્યું હતું કે, “મને ‘બિગ બોસ 15’ માટે કોઈ કોલ મળ્યો નથી. મને લાગે છે કે શો હમણાં જ સમાપ્ત થયો છે તેથી દરેક ઠંડી સ્થિતિમાં છે પરંતુ જો મને ફોન આવે તો હું તે કરવા માટે તૈયાર છું, જોકે મને સલમાન ખાનથી થોડો ડર લાગે છે પરંતુ મને ‘બિગ બોસ 15’ કરવામાં કોઈ વાંધો નથી.

Your email address will not be published. Required fields are marked *