પશ્ચિમ બંગાળના રાજકારણમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહને પરાસ્ત કર્યા પછી હવે સ્વતંત્ર મિજાજ મમતા બેનરજી ભાજપ માટે “અજેય” એવા ગુજરાતમાં પડકાર ફેંકવા જઈ રહ્યા છે.
દીદી ગુજરાતમાં સફળ થશે કે કેમ તે કરતા પણ તેઓ પ્રધાનમંત્રીને એક મજબૂત મેસેજ મોકલીને તેમને વિચારવા કરવા માટે પ્રેરી રહ્યા છે. તેનો પહેલો સંકેત બુધવારે મળ્યો હતો જ્યારે ઘણા રાજ્યોમાં તૃણમૂલ કોંગ્રેસના વડાએ શહીદ દિવસ નિમિત્તે સંબોધન કર્યું હતું. ગુજરાતમાં પણ તેનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.
દીદીએ જયારે ગુજરાતીઓને સંબોધન કરીને હોર્ડિંગ્સ લગાવ્યા ત્યારે ગુજરાતીઓને વિશ્વાસ જ ન આવ્યો.
આ સરસ છપાયેલા હોર્ડિંગ્સને ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના કન્વેનર જીતેન્દ્ર કુમાર ખડાયતાએ લગાવ્યા હતા. જયારે ખડાયતાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે “તેઓ કન્વેનર તરીકે એઆઈટીસીના ટીએમસીના સ્પોક્સપર્સન સુખેન્દુ શેખર રેના લખેલા પત્ર બાદ થોડા દિવસો પહેલા જ જોડાયા છે, જેમને મને દીદીના શહીદ દિવસની સ્પીચને ગુજરાતનાં જિલ્લાઓમાં ટેલિકાસ્ટ કરવાનું કહ્યું હતું.
ખડાયતા બે દસકા સુધી કોંગ્રેસના ગોધરા યુનિટની સાથે સંકળાયેલા હતા, જેને બે દિવસ પહેલા જ છોડ્યું. તેમણે કહ્યું કે, “હું માત્ર બે જ દિવસ થી કન્વેનર તરીકે જોડાયો છું અને સમયના અભાવે બધા રાજ્યોમાં પ્રસારિત કરી શક્યો નથી. પણ અમે દીદીની સ્પીચ અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં એલઈડી સ્ક્રીન પર જોઈ હતી.
“હાલમાં અમારી પાસે માત્ર 15-20 મેમ્બર્સ છે પણ અમે શરૂઆત તો જ કરી છે. અમારે અમદાવાદ, વડોદરા અને સુરતમાં આનું પ્રસારણ કરવું હતું, પણ કરી શક્યા નહીં, કારણકે સુરતમાં સખત વરસાદ હતો. તે દરમિયાન અમદાવાદના ગીતા મંદિર પાસે લગાવેલું ટીએમસીનું હોર્ડિંગ મંગળવારે ઉતારી લેવાયું હતું. જયારે મને મીડિયા દ્વારા જાણ કરાઈ કે હોર્ડિંગ ઉતારી લેવાયું છે ત્યારે મેં જે એજન્સી દ્વારા હોર્ડિંગ લગાવાયું હતું તેમને પૂછીને તપાસ શરુ કરી છે. હું અમારા રાષ્ટ્રીય નેતાને આ વિશે જાણ કરીશ. જો કે વડોદરા અને સુરતના હોર્ડિંગ્સ હજુય લગાવેલા જ છે.” ખડાયતાએ જણાવ્યું.
તો હવે આમ આદમી પાર્ટી, એઆઈએમએએમ, એનસીપી અને બીએસપીની સાથે ગુજરાતના રાજકારણના મેદાનમાં અન્ય એક ખેલાડી ઉતારી રહ્યા છે.