હું હજુ હાર્યો નથી, યોગ્ય સમયની રાહ જોઉં છું: સમર્થકોને પાનો ચઢાવવા અલ્પેશ ઠાકોરના પ્રયાસ

| Updated: October 4, 2021 3:42 pm

મર્યા પહેલા ઈતિહાસ રચીને જવાનો છું, નબળો નથી થયો અને મનથી નથી હાર્યો. મજબુત છું પણ સમયની રાહ જોઉં છું. આ શબ્દો છે ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરના.

રાજ્યમાં 2022 વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના અને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરનો વિડીયો બહાર આવ્યો છે. જેને લઈને ફરી એક વાર અલ્પેશ ઠાકોરે રાજકારણમાં નવાજુની થવાના સંકેત આપ્યા છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે હું મનથી નથી હાર્યો મજબુત છું, પણ યોગ્ય સમયની રાહ જોઉં છુ. એક વાર પડ્યો, બે વાર પડ્યો ત્રીજી વાર હવે નહી પડું કે નહી પડવા દઉં. ભરોસો રાખજો ઈમાનદારી એજ છે, ખુમારી પણ એજ છે.

ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર ઓબીસી સમુદાયનો મોટો ચહેરો છે. અલ્પેશ ઠાકોરે 2017માં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો જેમાં ખુબ મહત્વની જવાબદારીઓ પણ સંભાળી હતી. જે બાદ 2019માં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. પરંતુ 2019 પેટાચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ ભાજપમાં હજી સુધી કોઈ મહત્વનું પદ મળ્યું નથી.

(અહેવાલ : હરેશ ઠાકોર )

Your email address will not be published. Required fields are marked *