ટેલિકોમ કેરેજ બિઝનેસ પર પોતાનું પ્રભુત્વ જમાવ્યા પછી વિશ્વનાં સાતમા સૌથી ધનિક વ્યક્તિ હવે કન્ટેન્ટ-સ્ટ્રીમિંગ એન્ટરપ્રાઇઝમાં નસીબ અજમાવવા જઇ રહ્યા છે.
અબજોપતિ મુકેશ અંબાણીએ વાયકોમ18 દ્વારા વોલ્ટ ડિઝની એન્ડ કંપની પાસેથી પાંચ વર્ષ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટના ડિજિટલ રાઇટ્સ આંચકી લીધા છે.જે હજુ એક ડોલરનાં માર્ક પર નથી. ડિઝની પ્લસ હોટસ્ટાર, મુખ્યત્વે ક્રિકેટનાં ચાહક ભારતીયો માટેની એક સર્વિસ છે તે કેટલાક અન્ય એશિયન માર્કેટમાં પણ ઉપલબ્ધ છે, તેના 50 મિલિયન ગ્રાહકો છે જે વધી રહ્યા છે.
પરંતુ આંશિક રીતે એડ-સપોર્ટેડ એપ્લિકેશન માટે વપરાશકર્તા દીઠ માસિક સરેરાશ આવક માત્ર 76 સેન્ટ છે. મીડિયા રિપોર્ટ જણાવે છે કે, ક્રિકેટના સુપર બાઉલ આઇપીએલના સ્ટ્રીમિંગ રાઇટ્સ 205 અબજ રૂપિયા (2.6 અબજ ડોલર)માં ગયા છે.
અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને પેરામાઉન્ટ ગ્લોબલ વચ્ચેનું સંયુક્ત સાહસ વાયાકોમ18 મીડિયા પ્રા.લિ., 2023 થી શરૂ થઇ રહેલા પાંચ વર્ષમાં 410 મેચો માટે આ રકમ ચૂકવી રહી છે.
સ્ટ્રીમિંગ પેકેજની કિંમત હવે ટેલિવિઝન પર આઈપીએલ જેટલી જ છે. તેનો મોટો હિસ્સો અંબાણીને જાય છે. તેમના 4જી જિયો નેટવર્કે સસ્તા ડેટા સાથે ભારતીય ટેલિકોમ બજારમાં હલચલ મચાવી હતી અને 2016માં લોન્ચ થયા પછી અત્યાર સુધીમાં 410 મિલિયનથી વધુ તેનાં ગ્રાહકો છે. જિયોના ગ્રાહકો તેમના મોબાઇલ પર ક્રિકેટ જોવામાં બધો ડેટા વાપરી નાખે છે, ત્યારે અંબાણીના કેરેજ બિઝનેસને કન્ટેન્ટમાં રોકાણથી ઓટોમેટિક ફાયદો મળશે. ટેરિફમાં વધારા પછી, ટેલિકોમ યુઝર્સ તેને મહિને બે ડોલરથી થોડું વધારે ચૂકવી રહ્યા છે; જો તે તેમને ક્રિકેટ અને અન્ય અન્ય એન્ટરટેઇન્મેન્ટ આપીને વધુ એક ડોલર મેળવી શકે તો તેનું વાર્ષિક 38 અબજ ડોલરનું કન્ઝ્યુમર એમ્પાયર વધુ કમાણી કરી શકે છે.
આમ છતાં, આ નવા રોકાણ પર એવા સમયે પૈસા કમાવવા સરળ રહેશે નહીં જ્યારે ફુગાવો વધી ખર્ચ વધી રહ્યો છે. વાયકોમ18ને તાજેતરમાં ઉદય શંકર અને તેના ભૂતપૂર્વ બોસ જેમ્સ મર્ડોક દ્વારા બનાવવામાં આવેલી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બોધિ ટ્રી સિસ્ટમ્સ પાસેથી 1.8 અબજ ડોલરની મૂડી મળી હતી. અંબાણી અપેક્ષા રાખશે કે ઉદય શંકર, ડિઝની પ્લસ હોટસ્ટારને હરાવવામાં એટલા જ સફળ થશે જેટલા તેઓ મર્ડોક અને તેના પિતા, રૂપર્ટ માટે હોટસ્ટાર બનાવવામાં સફળ થયા હતા.અન્ય બાબતો ઉપરાંત, શંકરને દર્શકો અને એડવર્ટાઇઝર્સનો રસ આઈપીએલમાં ટકાવી રાખવો પડશે.
નવાઇની વાત એ છે કે એમેઝોન વાયકોમ18 ને સખત સ્પર્ધા આપશે તેમ મનાતું હતું પરંતું તેણે છેલ્લી ઘડીએ આઈપીએલની બોલીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો.