અમદાવાદમાં મહિલાએ પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાની નોંધાવી ફરિયાદ

| Updated: January 10, 2022 5:35 pm

ઉત્તરપ્રદેશના કાનપુરની 24 વર્ષીય મહિલાએ તેના પતિ વિરુદ્ધ અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાનું કહેવું છે કે તેનો પતિ તેની સાથે મારપીટ કરે છે અને તેના માતા-પિતા પાસેથી વારંવાર પૈસાની માંગણી કરે છે.

મહિલાના લગ્ન 2018માં થયા હતા. લગ્ન પછી તેનો પતિ નાની નાની બાબતો પર લડવા લાગ્યો અને જાન્યુઆરી 2020માં તેના પતિએ તેને છોડી દીધી હતી. ત્યારબાદ મહિલા કાનપુરમાં તેના માતા-પિતા સાથે રહેતી હતી. પરિવારના કેટલાક સભ્યોની સમજાવટ બાદ મહિલાને ખાતરી આપવામાં આવી હતી કે તે તેને ફરીથી હેરાન નહીં કરે અને ફેબ્રુઆરી 2020માં બંને ફરી સાથે રહેવા લાગ્યા. જોકે તે પછી પણ બંને વચ્ચેનો ઝઘડો અટક્યો ન હતો.

મહિલાએ રિપોર્ટમાં લખ્યું છે કે, “એકવાર જ્યારે મારા પતિએ મારા માતા-પિતા સાથે પૈસા માંગવાની વાત કરી, ત્યારે મેં કહ્યું કે તેણે લગ્ન પહેલા આ બધી વાત કરવી જોઈતી હતી, આ સાંભળીને તેણે મને ખૂબ માર માર્યો અને થોડા સમય પછી મારી સાસુએ મને બચાવી.” મહિલાએ વધુમાં કહ્યું કે, ફેબ્રુઆરી 2020થી અમારી વચ્ચે શારીરિક સંબંધ નથી બન્યા, જ્યારે પણ હું મારા પતિને કંઈક કહેતી ત્યારે તે મને મારતો હતો.

મહિલાએ કહ્યું કે તે માત્ર તેના લગ્ન બચાવવા માટે તેની સાથે હતી.

મહિલાએ ફરિયાદમાં વધુમાં લખ્યું છે કે શનિવારે જ્યારે તેના માતા-પિતા આવ્યા ત્યારે તેના પતિએ તેમનું અપમાન કર્યું અને મને ફરીથી માર માર્યો. જેથી પોલીસ કંટ્રોલ રૂમ સાથે વાત કરી જેના આધારે પોલીસે ઘરેલુ હિંસાનો કેસ નોંધ્યો છે.

Your email address will not be published.