વર્ષો જુની છત છીનવાઈ જતા વૃદ્ધાનો આપઘાત : રિવરફ્રન્ટ માટે ઘર તૂટતા જોઈ વૃદ્ધાએ એસિડ ગટગટાવ્યું

| Updated: January 13, 2022 7:28 pm

જુનાગઢના માણાવદર શહેરમાં ટુરીઝમને વેગ આપવા અંદાજીત 20 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બની રહ્યો છે. જોકે આ રિવરફ્રન્ટે કેટલાયના જીવનમાં અંધારું લાવી દીધું છે. જેમાં તંત્રની ડીમોલિશનની કામગીરી હાથ ધરી હતી જ્યાં દીકરાઓના ઘરની છત છીનવાતા જોઇને એક વૃદ્ધાએ આપઘાત કરી લીધો હતો.

ધરતીનો છેડો ઘર કહેવાય છે. પરંતુ જયારે આ આધાર જ છીનવાઈ જાય તો. જુનાગઢના માણાવદરમાં તંત્રએ મકાનના ડિમોલિશનની કાર્યવાહી કરતાં મહિલાએ જીવન ટૂંકાવી દીધું હતું. વૃદ્ધાના પુત્રએ જણાવ્યું હતું કે તંત્રએ ડીમોલિશન કામગીરી દરમિયાન તેમના ઘર તુટતા જોઇને તેમની માતાએ જીવન ટૂંકાવી દીધું હતું.

હાલ માણાવદરની ખારા નદીના કાંઠે રિવરફ્રન્ટની કામગીરી ચાલી રહી છે. જે દરમિયાન ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં સરકારી જમીન પર આવેલું તેમનું મકાનનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું. ત્યારે વર્ષોથી જે ઘરની છતે વર્ષો સુધી તેમને આશરો આપ્યો હતો તે છતને તુટતા જોઇને દેવુંબેન નાનુભાઈ સોલંકી નામની વૃદ્ધ મહિલાને ખુબ જ લાગી આવ્યું હતું. અને આખરે પોતાનો વર્ષો જૂનો આશરો છીનવાઈ જતા તેમણે એસિડ ગટગટાવી લીધું હતું. જે બાદ તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

હાલ તો મૃત મહિલાના દીકરાએ ઘટના મામલે ફરીયાદ નોંધવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતકના દીકરાનું કહેવુ છે કે વૃદ્ધાએ જીવનના 40થી વધુ વર્ષ અહી વિતાવ્યા હતા. ખારા નદીના કાંઠે રિવરફ્રન્ટની કામગીરી દરમિયાન ડીમોલેશન હાથ ધરાયું હતું. વૃદ્ધાએ પણ ઘણી વખત સ્થાનિક તંત્રને રજૂઆત કરી હતી પરંતુ કોઈએ તેમની વેદના સમજી ન હતી.

Your email address will not be published. Required fields are marked *