કોરોનાની ઝપેટમાં આવેલી દાહોદની મહિલાને 202 દિવસ બાદ હોસ્પિટલમાંથી મળી રજા

| Updated: November 25, 2021 6:30 pm

કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઈ હોય તેમ ગુજરાતમાં સતત કેસો વધી રહ્યા છે. ત્યારે કોરોનાની બીજી લહેર કે જે ખુબ જ ઘાતક સાબિત થઇ હતી તે દરમિયાન દાહોદની એક મહિલા કોરોના પોઝીટીવ આવતા હોસ્પિટલમાં દાખલ થઇ હતી જેના 202 દિવસ બાદ તેને રાજા આપવામાં આવી હતી.

45 વર્ષીય મહિલા, ગીતા ધાર્મિક, જેમના પતિ દાહોદ ખાતે રેલવે કર્મચારી છે, તે ભોપાલથી પરત ફરતી વખતે કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોનાની ઝપેટમાં આવી ગઈ હતી. આ વર્ષે 1 મેના રોજ કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેને દાહોદમાં રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેના 202 દિવસ બાદ મહિલા સાજી થતા તેને રાજા આપવામાં આવી હતી.

દાહોદ રેલ્વે હોસ્પિટલના ડોકટરોએ તેના સ્વસ્થ થયા પછી તેને રજા આપવાનું નક્કી કર્યું તે પહેલા તેને કુલ 202 દિવસ હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી, હોસ્પિટલના ડોકટરે જણાવ્યું હતું.

Your email address will not be published. Required fields are marked *