ઉત્તર ગુજરાતના રોડા ગામમાં વીજળી પડતા મહિલાનું મોત

| Updated: June 8, 2022 3:05 pm

મંગળવારે મેઘરાજાએ રાજયના ઘણા વિસ્તારોમાં દસ્તર આપી હતી. ત્યારે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કડાતા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે ગતરોજ હારીજના રોડા ગામમાં વીજળી પડતાં મહિલાનું મોત થયું છે.

ઉત્તર ગુજરાતમાં મંગળવારે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પાટણમાં વારાહીમાં 26 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો જેથી પતરાઓ ઉડી ગયા હતા. હારીજના રોડા ગામે ખતેરમાં રહેતા વરશુમજી ગણેશજીનાં પત્ની રીમુબેન ઠાકોર સાંજના સમયે કુદરતી હાજતે જવા નીકળ્યાં હતાં. ત્યારે તેમના પર વીજળી પડતાં મોત થયું હતું. મહિલાના મોતને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

બીજી બાજુ, બનાસકાંઠાના કાંકરેજ-થરા તાલુકાના ભલગામ વિસ્તારમાં પણ હળવો વરસાદ પડ્યો હતો. મહેસાણા જિલ્લામાં વાતાવરણ ધૂળિયું બન્યું હતું. પલટાયેલા વાતાવરણના કારણે મુખ્ય 5 શહેરમાં ગરમીનો પારો સવા ડીગ્રી સુધી, તાપમાન 41 ડીગ્રીથી નીચે આવ્યો હતો.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજવાળા પવન આવતાં વરસાદી માહોલ સર્જાઇ શકે છે. એટલું જ નહીં, પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે.

Your email address will not be published.