અમદાવાદમાં યુવતી મેટ્રીમોનિયલ સાઈટ પર પતિ શોધવા ગઈ અને 13 લાખનો ચૂનો લાગ્યો

| Updated: October 3, 2021 2:28 pm

થોડાક વર્ષો અગાઉ હીટ થયેલી ફિલ્મ લેડીઝ વર્સીસ રીકી બહેલમાં હીરો કઈ રીતે યુવતીઓને પોતાની જાળમાં ફસાવે છે અને તેની વાતોમાં આવી યુવતીઓ પણ તેને પૈસા આપી દે છે જે બાદ હીરો ફરાર થઇ જાય છે. તેવો જ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, જેમાં એક યુવતી યુવકના સમર્પકમાં આવ્યા બાદ તેની જાળમાં ફસાઈને 13 લાખ રૂપિયા આપી દીધા બાદ યુવક ગાયબ થઈ ગયો હતો. લગ્નગ્રંથીથી જોડાવાનું અને સરળતાથી જીવનસાથી પ્રાપ્ત કરવાનું સાધન એટલે ઓનલાઇન મેટ્રીમોનિયલ સાઈટ. જોકે મૂરતિયો શોધી આપતી એક સાઈટમાં યુવતી એક યુવકના ચકકરમાં આવી ગઈ હતી. તે ઓનલાઈન મેટ્રીમોનિયલ સાઈટ મારફતે એક યુવકના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે વાતો થતી હતી અને વાત વાતમાં લગ્ન માટે બંન્ને તૈયાર પણ થયા હતા. જોકે આ યુવતીને નહોતી ખબર કે આ યુવક તેની સાથે છળ-કપટ કરી રહ્યો છે.

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક યુવતી 2021ના એપ્રિલ મહિનામાં મેટ્રીમોનિયલ સાઈટ પર પોતાની પ્રોફાઈલ બનાવી હતી. એક મહિના બાદ તારીખ 11 મે 2021ના રોજ તે યશ આચાર્ય નામના એક યુવક સાથે સંપર્કમાં આવી હતી. બંને એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ વાતચીત થઈ અને બાદમાં પ્રેમ થયો હતો.

યશ ડિંગા મારવામાં ઉત્સાદ હોય તેણે યુવતીને યુકેમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. ઓર્થોપેડિક સર્જન હોવાનું જણાવ્યું હતું. યુકે દેશનું ખૂદ પાસે નાગરિક્તવ હોવાનું જણાવી નોકરી કરતો હોવાનું આઈકાર્ડ પણ પુરાવા રૂપે મોકલી આપ્યું હતું. યુવતી યુવકની વાતોમાં આવી ગઈ હતી. યુવતીએ પોતાના પિતાને યશની વાત કરી હતી. પિતાએ પુત્રી અને યશ આચાર્યના લગ્ન માટે થમ્સ અપ આપી દીધું હતું.

ત્યારબાદ યુવકે યુવતીને જણાવ્યું હતું કે, તુર્કી એરપોર્ટ પર ઓથોરિટીએ તેને મની લોન્ડરિંગ કેસમાં પકડ્યો છે. 7.50 લાખની રકમ આપશે તો જ છોડશે. ફરિયાદી યુવતીએ ધ્વનિ શ્રીવાસ્તવના ખાતામાં રૂપિયા મોકલી આપ્યા હતા. એ પછી પૈસા માંગણીનો સિલસિલો અટક્યો નહોતો. 14મી જુલાઈએ દિલ્હી એરપોર્ટથી ઓફિસર તરીકેની ઓળખ આપી યાના ગુપ્તા નામની મહિલાનો ફોન આવ્યો હતો. એણે પણ 75 હજારની માંગણી કરી હતી. આમ આવા અલગ અલગ બહાનાઓ કાઢી યશ, આરવ, ધ્વનિ અને યાનાએ 13 લાખ 26 હજાર પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ છે. પોલીસે પણ આરોપીઓની શોધખોળ કરવા માટે આગળની કાર્યાવાહી હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *