અરવલ્લીના મહિલા પ્રિન્સિપાલે શાળામાં આત્મહત્યા કરી

| Updated: June 30, 2021 8:03 pm

અરવલ્લી જિલ્લાના માલપુરના રહેવાસી ભાવનાબેન ડામોર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી મધ્યામિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા અને પતિ અને બે બાળકો સાથે રહેતા હતા. ભાવનાબેન ડામોરે આજે સવારે શાળાના શૌચાલયમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.


ઘટનાની જાણ થતાં જ સ્કૂલના શિક્ષકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને પોલીસ અને મહિલાના પરિવારજનોને જાણ કરી હતી. નસવાડી પોલીસે ઘટના સ્થળે દોડી જઇને નસવાડી પોલીસે મૃતદેહ પાસેથી 4 પાનાની સુસાઇડ નોટ કબજે કરી હતી. જોકે સુસાઇડ નોટમાં આત્મહત્યાના કારણ અંગે ખુલાસો થાય તેવી શક્યતા છે.


મહિલાના વોટ્સએપમાં સવારે 10:25નું તેમનું લાસ્ટ સીન બતાવે છે પોલીસે મહિલાના માતા-પિતાને જાણ કરી હતી. જેથી મહિલાના માતા-પિતા કુકરદા ગામ જવા રવાના થઇ ગયા હતા. આત્મહત્યા કરનાર મહિલાના લગ્ન 10 વર્ષ પહેલા જયદીપ ડામોર સાથે થયા હતા અને છેલ્લા 4 વર્ષ કુકરદા ગામમાં જ રહેતા હતા. મહિલાએ આજે સવારે 9:25 વાગ્યે બે સગાના જન્મદિવસ હોવાથી શુભેચ્છા પાઠવી હતી અને વોટ્સએપમાં સવારે 10:25નું તેમનું લાસ્ટ સીન બતાવે છે.
આત્મહત્યા કરનાર મહિલા પ્રિન્સિપાલના પતિ જયદીપ ડામોરે જણાવ્યું હતું કે, ઘરમાં કોઇપણ પ્રકારના પ્રોબ્લેમ નહોતા. જોકે 4 મહિનાથી પ્રિન્સિપાલ બન્યા બાદ તે સ્ટ્રેસમાં રહેતી હતી. જેના કારણે આ પગલું ભર્યું હોય તેમ લાગે છે.

Your email address will not be published.