રથયાત્રા રુટ પર ઐતિહાસમાં સૌ પ્રથમ વખત મહિલા IPS અધિકારીઓ મહિલાઓને ડોર ટુ ડોર મળ્યા

| Updated: June 22, 2022 9:23 pm

અમદાવાદ શહેરમાં 1 જુલાઇના રોજ નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા આમ તૌ સૌની નજર હોય છે તેવામાં શહેર પોલીસ અત્યાર સુધીમાં સૌ પ્રથમ વખત રથયાત્રા રુટ પર રહેતી મહિલાઓને મળીને તેમને સમજ આપી ડોર ટુ ડોર લોકોને મળ્યા હતા. આ વિસ્તારમાં રહેતા લોકોના પરિવારના બાળકો આગળ વધે અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવે તથા તોફાનોથી દુર રહે તે માટે સમજ આપી હતી. મહિલાઓ આગળ વધે અને પરિવારના સભ્યો કોઇ પણ ગેરકાયદે પ્રવૃતિ કરતા હોય તો તેમને સમજાવે અને તેનાથી દુર રાખે તેમ સમજ આપી હતી.

જોઇન્ટ સીપી રાજેન્દ્ર અસારીએ જણાવ્યુ હતુ કે, પાંચ મહિલા આઇપીએસ ઓફિસરો ડોર ટુ ડોર રથયાત્રાના રુટ પર રહેતી મહિલાઓને મળ્યા, સમજ આપી અને તહેવારોમાં સાથ સહકાર આપવા સમજ આપી હતી. તમારા પરિવારના બાળકોને આ દુષણથી દુર રાખવા તૈયાર કર્યા હતા.

શહેરના રથયાત્રાને હવે ગણતરીના આઠ એક દિવસ બાકી રહ્યા છે. તેવામાં શહેરમાં રથયાત્રા રુટ પર પોલીસ સતત પેટ્રોલીંગ કરી રહી છે. પોલીસ શાંતિ સમિતિ સહિત આ રુટ પરના લોકો સામાજીક આગેવાનોની મુલાકાત કરી રહ્યા છે. તેવામાં પોલીસ દિવસ રાત સક્રિય રહી છે. તેવામાં અત્યાર સુધીમાં સૌથી પહેલી વાર અમદાવાદના કોટ વિસ્તારમાં મહિલા આઇપીએસ અધિકારીઓ મેદાનમાં આવી છે.

આ અંગે સેક્ટર-1ના જોઇન્ટ સીપી રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતુ કે, કોટ વિસ્તારમાં અત્યાર સુધીમાં ફક્ત શાંતિ સમિતી, સામાજીક આગેવાનોની મિટીંગો થતી હતી. ફક્ત મહિલાઓ ઘરમાં રહેતી હતી. સરકાર સ્ત્રી સશક્તિ કરણ અંગે સારુ કાર્ય કરી રહી છે ત્યારે મહિલાઓને પણ એટલો જ અધિકાર આપવો જોઇએ. તે આધારે રથયાત્રાના રુટ પર રહેતી મહિલાઓને મળવા માટે સ્પેશિયલ મહિલા આઇપીએસ અધિકારીઓની ટીમ તૈયાર કરાઇ હતી. તેઓ શાહપુર વિસ્તારમાં મહોલ્લામાં જઇ જઇ ડોર ટુ ડોર લોકોને મળ્યા હતા. તેમની સમસ્યાઓ, તેમના દિકરાઓના ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી.

તોફાનો કરી કોઇ જાય અને સામાન્ય લોકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડે તે માટે મહિલાઓને જ સમજાવવામાં આવી રહ્યા છે જેથી તેઓ ઘરના સભ્યો અને આવાનારી પેઢી એટલે કે તેમના બાળકોને તે રીતે જ તૈયાર કરો તેમ સમજ આપી હતી. વધુમાં બાળકો સમાજમાં માન સન્માન મળે તે રીતે પ્રતિષ્ઠિત વ્યક્તિ બને તેમ તેમને તૈયાર કરો. શહેરના શાહપુરમાં ભક્તિ ઠાકર, ભારતી પંડ્યા, બીનાબેન દેસાઇ મહિલાઓને મળ્યા હતા. કારંજ વિસ્તારમાં લવિના સિન્હા અને કાનન દેસાઇ એ મોરચો સંભાળ્યો હતો. આમ મહિલા આઇપીએસ અધિકારીઓને જોવા માટે લોકોના ટોળે ટોળા કોટ વિસ્તારમાં ઉમટી પડ્યા હતા.

Your email address will not be published.