અમદાવાદના જમાલપુરમાં કાર શીખી રહેલ મહિલાએ અનેક વાહનોને અડફેટે લીધા

| Updated: January 15, 2022 2:27 pm

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગત રાત્રે કાર શીખી રહેલા મહિલાએ વળાંક લેતી વેળા અનેક વાહનોને અડફેટે લીઘી હતા. જો કે, આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી પરતું વાહનોને નુકસાન થયું હોવાની વિગત સામે આવી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના જમાલપુર વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે, એક મહિલા જાહેર રસ્તા પર કાર શીખી રહી હતી અને વળાંક લેતી વખતે સ્ટેયરિંગ પર કાબૂ ન મેળવતા અનેક વાહનોને અડફેટે લીધા હતા. સાથે જ બાઇક પર બેસેલા એક વ્યક્તિ પર તો રીતસરની કાર ચઢાવી દે છે. બાઇક પર બેઠેલ વ્યક્તિ અકસ્માત થતા નીચે પટકાઇ જાય છે. જો કે માંડ માંડ તેમનો જીવ બચ્યો હતો.

આ તમામ ઘટના એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મહિલા કારને વાળે છે અને તે બાદ વાહનો પાર્ક કરેલા છે ત્યાં વાહનોને અને વાહન પર બેઠેલા એક વ્યક્તિને પણ અડફેટે લે છે. કારની સ્પીડ ઓછી હોવાથી કોઇ જાનહાનિ કે ઇજા થઇ નથી.

Your email address will not be published. Required fields are marked *