શું ખરેખર વિદ્યા બાલન ભૂલ ભુલૈયા- 2 માં જોવા નહીં મળે?

| Updated: January 11, 2022 5:43 pm

વિદ્યા બાલન ફરી એકવાર “ભૂલ ભુલૈયા- 2” ફિલ્મમાં ‘મોન્જોલિકા’ તરીકે પાછી ફરી રહી છે.આ વાત સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી. પરંતુ આ બિલકુલ સાચું નથી.

નિર્માતાઓએ તેને માત્ર અફવા ગણાવી છે અને નિવેદન જારી કર્યું છે. નિવેદનમાં નિર્માતાઓએ કહ્યું હતું કે, “વિદ્યા બાલન તાજેતરમાં “ભૂલ ભુલૈયા-2”માં હોવાના સમાચાર ખોટા છે. ફિલ્મના મુખ્ય સ્ટાર્સ કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબ્બુ છે.

નિર્માતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે, વિદ્યા બાલન કોઈ પણ રીતે “ભૂલ ભુલૈયા-2” માં જોવા મળવાની નથી. હાલ સૂત્રો અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે, “ભૂલ ભુલૈયા-2” માં મુખ્ય ભૂમિકામાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી તેમજ તબ્બુ જોવા મળશે.

કાર્તિકના પોસ્ટરો પણ ઘણા સમય પહેલા આવ્યા હતા. કાર્તિક આ પોસ્ટરોમાં બિલકુલ અક્ષય કુમાર જેવો લાગતો હતો.ફિલ્મમાં અદભૂત ભૂમિકા ભજવનાર રાજપાલ યાદવ ફરી એકવાર સિક્વલમાં જોવા મળશે.

આ ફિલ્મનું શૂટિંગ પણ છેલ્લાં ઘણા સમયથી થઈ રહ્યું હતું. ક્યારેક કોરોનાના કારણે ફિલ્મનું શૂટિંગ અટકી રહ્યું છે. પરંતુ આખરે આ વર્ષે આ ફિલ્મ રિલીઝ થવાની સંભાવના છે.

Your email address will not be published. Required fields are marked *