પીળાં પાનની રંગોળી- સાંજે સૂર્યોદય પુસ્તકમાંથી…

| Updated: June 17, 2022 4:44 pm

ઉર્વિશ કોઠારી

રૂઢ અંદાજમાં કહી શકાય કે વડીલો સાથે અમારે (મોટાભાઈ બીરેને અને મારે) બહુ લેણુ છે. જેમની સાથે સંપર્ક થયા પછી (તેમનો) છેવટ સુધી સંબંધ જળવાયો હોય તે સંબંથી અમારા જીવન સમૃદ્ધ બન્યા. હોય, જેી વિદાયથી પડેલી ખાલી જગ્યા તેમની સ્મૃતિ સિવાય બીજી કોઈ રીતે ભરાઈ શકી ન હોય, એવા ઘણા વડીલો મને મળ્યા છે. તેમને મળીને તેમની સાથે બેસીને ક્યારેક તેમના સુખદુઃખમાં સામેલ થઈને ઘણું પામ્યા છીએ. વૃદ્ધાવસ્થા કેવી હોવી જોઈેએ. જીવનના અસ્તાચળે શું કરવુ… આવી ફિલસૂફી ડહોળયા વિના, એ લોકો જે રીતે જીવ્યા, તેમણે જે માણ્યું ને વેઠ્યુ, તેમાથી અમને ઘણું ભાથું મળ્યું છે.

આ લખતી વખતે એવા અનેક પ્રિય, વયોવૃદ્ધ વ્યક્તિત્વોનો મેળાવડો મનમાં ભરાય છે. તેમાથી કેટલાકને મળીએ. આ છે ખુમારીવંતા, કડપદાર, ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલા. જૂના મોડેલની ફિઆટ વડોદરાની સડકો પર ચલાવતા, પતિ-પુત્રના મૃત્યુ પછી એકલા, પણ જરાય એકલવાયા નહી એવા હોમાયબહેન. તેમને મળીએ ત્યારે આપણે યાદ ન કરાવીએ તો એમના મોઢેથી કદી સાંભળવા ન મળે કે તેમણે 15 ઓગસ્ટ 1947ના રોજ લાલ કિલ્લા પર થયેલા ધ્વજવંદનની કે ગાંધી-નેહરુ-સરદાર-ઝીણાની તસવીરો ખેંચી હતી. છેલ્લા વાઇસરોય માઉન્ટ બેટનની પાર્ટીઓમાં હાજરી આપી હતી અને અસંખ્ય ઐતિહાસિક પ્રસંગોને કેમેરામાં ઝીલનારા તે ભારતના પહેલા મહિલા ન્યૂઝ ફોટોગ્રાફર હતા. એને બદલે તેમની પાસેથી જાણવા મળે તેમના પ્રચંડ જીવનરસ વિશે, પોતાના ખપની વસ્તુઓ જાતે બનાવી લેવાની અને પ્લમ્બિંગથી માંડીને ગાર્ડનિંગ સુધીના બધા કામ જાતે કરવાની ખાંખત વિશે, પારસી હોવા છતાં પોતાના મૃતદેહ માટે (વ્યવહારુ કારણસર) અગ્નિદાહનો વિકલ્પ પસંદ કરવાની તેમની મક્કમતા વિશે…

ઉર્વિશ કોઠારી

નવ દાયકા વટાવી દીધા પછી તે પડી ગયાં ને થાપાનું હાડકું ભાગ્યું, ત્યારે લાગ્યું કે બીજા ઘણા વડીલોની જેમ હોમાયબહેન હવે બેઠા નહી થાય. પણ એ તો અઠવાડિયા-દસ દિવસમાં સાજા થઈને હોસ્પિટલમાં ડોક્ટરો મને ભૂખી મારી નાખશે એમ કહીને ઘરે આવી ગયા હતા. (મુખ્યત્વે બિરેન થકી) તેમની સાથે પંદરેક વર્ષનો સંબંધ રહ્યો. પહેલા માળે બે રૂમના તેમના ફ્લેટ પર મળવા જઇએ ત્યારે રસોડામાંથી વિશિષ્ટ સ્વાદવાળું લીંબુનું શરબત ટ્રેમાં લઈને આવતા હોમાયબહેનનું એક ચિત્ર છે. તેમને જોઈને તેમની ઉંમરનો ખ્યાલ રાખીને આપણે ટ્રે લેવા ઊભા થઈ ત્યારે આપણને ધરાર બેસાડી દેતા હોમયબહેનનું બીજું ચિત્ર છે. તેમના ચહેરા પરની કરચલીઓમાંથી પરગટતી વયની લાચારી નહી, મિજાજની ખુમારી તેમને પાવરબેન્ક જેવા બનાવતી હતી. તેમની સાથે બેસીએ એટલે આપણું ચાર્જિંગ થઈ જાય.

હવે મળો અજિત મર્ચન્ટ-નીલમ મર્ચન્ટને. તારી આંખનો અફીણી સહિતના ઘણા યાદગાર ગીતોના સંગીતકાર, જગજીતસિંહને ગાયન ક્ષેત્રે હેલી તક આપનાર અજિત કાકા તથા તેમના પત્ની નીલમ કાકી. મુંબઈના શિવાજી પાર્કમાં લિફ્ટ વગરના મકાનના બીજા માળે જૂના ફ્લેટમાં કાકા-કાકી એકલા રહે. એકબીજાના ટેકે જીવવુ એટલે શું એ તેમને જોઈને સમજાયું. વૃદ્ધાવસ્થામાં દામ્પત્યજવનમાં મધુરતા કઈ હદે જળવાઈ શકે, એ પણ તેમની સાથે બેસીને જોયુ, મુલાકાત મોડી થઈ, પણ એકાદ દાયકાથી વધુ સમય એવો સંબંધ થયો કે જ્યારે બેસીએ ત્યારે પાંચ-છ કલાક સહેજે થઈ જાય. કાકાની આંગળીઓ હાર્મોનિયમ પર ફરતી હોય, હોઠે ગીત કે કવિતા હોય. ક્યાંક લીટી ભૂલે એટલે અજિતકાકા ‘આન’ કહીને કાકીને બોલાવે અને કચ્છીમાં પૂછે, ‘હવે શું આવે છે?’ ઘણવાર તો કાકાને પૂછવુ પણ ન પડે. એ એટકે એટલે કાકી તરત પંક્તિ યાદ કરે અને ગીત આગળ ચાલે. ‘સોલો ડ્યુએટ બની જાય, લે કાકી ગાતાં ન હોય. ‘ કાકાની વિદાય પછી કાકી રહ્યાં ત્યાં સુધી તેને મળવા જતો. કાકી અત્યંત લાગણીવશ કાકા વિના ઝૂરે ને તેમના સ્મરણથી જ જીવે. સ્વસ્થતા પણ એટલા માટે જાળવે કે ‘ કાકા જ્યાં હશે ત્યાં મને દુઃખી જોઈને એ દુઃખી થશે. એટલે મારાથી દુઃખી ન થવાય. ‘

સ્મરણ-મેળાવડામાં હવે મળો ઉમાકાંત દેસાઇને. પ્રકાશ પિક્ચર્સની યાદગાર ફિલ્મ ‘ રામરાજ્ય‘ (1943)માં લક્ષ્મણ બનેલા અને ‘બહુરૂપી’ જેવી ગુજરાતી ફિલ્મ બનાવનાર ઉમાકાંતભાઈને ચાર-પાંચ વખત જ મળવાનું થયુ. પહેલીવાર તેમના સાંતાક્રુઝ (પસ્ચિમ)ના રેલવે સ્ટેશનની નજીક આવેલા ઘરે ગયો ત્યારે કુટુંબીજનોએ પૂરી લાગણીથી કહ્યું કે દાદાની તબિયત ઠીક નથી. મેં વિનંતી કરી કે આટલે દૂરથી આવ્યો છું, તો દર્શન કરીને નીકળી જઇશ. અંદર જઇને જોયું તો ઉમાકાંતભાઈ સોફામાં ટૂંટિયુ વાળીને, જાતને શારીરિક રીતે પણ સાવ સંકોરી લીધી હોય તેમ સૂતા હતા. આવી દશામાં દર્શન સિવાય બીજું શું થઈ શકે. પણ બેસીને તેમની સાથે વાત શરૂ કરી, તેના અડધા કલાકમાં દાદા પાંચછ દાયકાના પહેલા ઉમાકાંત બનીને તેમના નાટક ‘જયાજયંત’ના ગીતો લલકારવા લાગ્યા હતા. તેમના સમકાલીન સુરતના દિગ્દર્શક અભિનેતા કે.કે. (કૃષ્ણકાંત ભૂખણવાળા)ની જેમ ઉમાકાંત દેસાઈ વ્યક્તિ તરીકે અત્યંત ઉમદા, કળિયુગી શાણપણ પ્રમાણે લાગે કે ફિલ્મલાઇનમાં નહી, એકેય લાઇનમાં તે ન ચાલે. છતાં પ્રતિભા અને સજ્જનતાતી ચાલ્યા. તેમની સોમી વર્ષગાંઠે હાજર રહેવાનો મારો વાયદો પૂરો કરવાની તક મળે તે પહેલા દાદા સહેજ માટે સદી ચૂકીને ગયા. કૃશ શરીર ઉપર જૂની યાદોથી ઝળાંહળાને બોખા મોંએ ગાતો ચહેરો સ્મરણમૂડી તરીકે આપતા ગયા.

વડીલોની મન-મહેફિલમાં હવે દેખાય છે જૂથિકા રોય એક પાત્રની સંસ્કારિતાની વાત કરતા સ્વામી આનંદે લખેલું કે તે જૂથિકા રોયની (અને બીજા કેટલાક કલાકારોની) રેકર્ડ સાંભળે. આવા જૂથિકા રોય કોલકાતા (કલકતા) રહેતા. તેમની સાથે પહેલા પત્રવ્યવહારથી કંઇક તંતુ ઊભો થયો. પછી ફિલ્મના સંગીત વિષયક અભ્યાસના ગુરુ નલિન શાહ અને જૂથિકા રોયના મુંબઈ સ્થિત ગુજરાતી યજમાન નીલાબહેન શાહના સૌજન્યથી મુલાકાત શક્ય બની. પહેલી મુલાકાત ત્રણેક કલાક ચાલી અને પછી તો એવું ગોઠવાયું કે જૂથિકા રોય જ્યારે કોલકાતા (કલકત્તા)થી મુંબઈ આવવાના હોય ત્યારે નીલાબહેન મને જાણ કરે. હું મહેમદાવાદથી મુંબઈ પહોંચી જાઉ. પછીની મુલાકાતોમાં સાથે પત્ની સોનલ અને એકવાર દીકરી આસ્થા પણ હતી. આસ્થા તો બહુ નાની પણ, હું મારા સ્વાર્થે એને લઈ ગયો હતો. એમ વિચારીને કે મોટી થશેને મસજણી પણ થશે તો જૂથિકા રોય સાથે તેને એક ફ્રેમમાં મૂકી આપવા બદલ આભાર માનશે.)

જૂથિકા રોય બહુ નાની વયે ભજનગાયિકા તરીકે પ્રતિષ્ઠિત બનેલા. રામકૃષ્ણ મિશનના અનુયાયી. આજીવન અપરરિણીત રહ્યા. ભાઇબહેનોના બહોળા પરિવાર સાથે રહેતા હોવાથી આર્થિક સરખાઈના પોપડા ખરી ગયેલા. પણ લખતી વખતે તેમનો ધીમો-મીઠો અવાજ,બાળકી જેવું નિર્દોષ સ્મિત- કિલકિલાટ હાસ્ય તથા પહોળા બંગાળી-હિંદી ઉચ્ચારો સાથેના હાવભાવ જ યાદ આવે છે. રજનીકુમાર પંડ્યાના પ્રયાસોને કારણે તેમની બંગાળી આત્મકથાનો ગુજરાતી અનુવાદ અને અમદાવાદમાં તેમનું જાહેર સન્માન શક્ય બન્યા. તેમની સમસ્યાઓ કે સંઘર્ષોને સામેવાળા સુધી પહોંચાડવાની તત્પરતાને બદલે, સોમ્ય પ્રસન્નતા તળે તેમને મૂકી છોડવાનું જૂથિકા રોય માટે સહજ લાગતુ હતુ. જૂની વાતો કરતી વખતે એ બધુ જતું રહ્યુ પ્રકારના અફસોસમાં સરી પડતા નહી.

જૂથિકા રોયની મૃદુતા અને હોમાય વ્યારાવાલાની મક્કમતાની સહિયારી આદ અપાવતા આ છે આઝાદ હિંદ ફોજની રાણી ઝાંસી રિજેમેન્ટના કેપ્ટન લક્ષ્મી, જે પછીથી લેફ્ટનન્ટ કર્નલ લક્ષ્મી સહગલ બન્યા. લાગલગાટ ચાર દિવસ સુધી કાનપુર સિવિલ લાઇન્સમાં આવેલા તેમના વિશાળ બંગલે અને તેમના ક્લિનિક પર બિરેન અને હું તેમને મળવા જતા. અભ્યાસે વ્યવસાયે તે ગાયનેકોલોજિસ્ટ હતા. આઝાદ હિંદ ફોજના જે ત્રણ નાયકો પર લાલ કિલ્લામાં ઐતિહાસિક મુકદમો ચાલ્યો તેમાના એક પી.કે. (પ્રેમકુમાર સહગલ) તેમના પતિ. અમે 1997મા તેમને મળવા ગયા ત્યાં સુધી તેને એકેય સન્માન આપવાનું કોઈ સરકારને સૂઝયું ન હતુ અને ડો. લક્ષ્મી સહગલની તેની કશી પરવા ન હતી. તે નિષ્ઠાપૂર્વક ડોક્ટર તરીકે સેવાઓ આપતા રહ્યા. મામૂલી ફીના કારણે તેમને ત્યાં ગરીબ દર્દીઓ ઉભરાતા. અને સાંભળ્યા પ્રમાણે ધનાઢ્ય પરિવારોની સ્ત્રીઓ પણ તેમના દવાખાને આવવામાં ગૌરવ સમજતી.

અમે મળ્યા ત્યારે તે 80 વટાવી ચૂકેલા. ઉંમરના કારણે તેમનો અવાજ ભારે થઈ ગયો તો. પણ રણકાની બુલંદી અકબંધ હતી. એ બૂમ પાડે તો ત્રણ રૂમ દૂરથી માણસ દોડતો આવે. ઘરમાં ચોતરફ આઝાદ હિંદ ફોજના સમયની સ્મૃતિઓ દીકરીનું નામ પણ (સુભાષ પરથી) સુભાષિની પાડેલું. છતાં ભૂતકાળની સાથે ભરાઈ જવાનું કે પોતાના ભૂતકાળની અણીઓ બીજાને માર્યા કરવાનું તેમનું વલણ ન હતુ. છેવટ સુધી તે સામાજિક-રાજકીય રીતે સક્રિય રહ્યા. ભૂતકાળ સાથેનું અનુસંધાન છોડ્યા વિના તેના જુસ્સા સાથે વર્તમાનમાં કેવી રીતે જિવાય તે કેપ્ટન લક્ષ્મી સાથેની મુલાકાતમાં જોવા મળ્યું.

1991’-92’માં સાવ વીસક-એકવીસ વર્ષની વયિ બિરેન સાથે કેવળ ચાહક લેખે મુંબઈમાં ગમતા કલાકારો સથે મુલાકાતો ઈ હતી. તેમા ફિલ્મ સૃષ્ટિના વિવિધ રંગની સાથે વૃદ્ધાવસ્થાના અનેક રંગનો પણ પરિચય થયો. તે સ્મૃતિમાં અંકાઈ ગયા અને મયની સાથે વધુને વધુ ઊઘડતા ગયા. અલબેલા ખ્યાત માસ્ટર ભગવાન સમૃદ્ધિ ગુમાવી ચૂકેલા પણ બિન્ધાસ્ત હતા. સ્વભાવમાં રહેલી મસ્તી ગઈ ન હતી ને બિચારાપણું પ્રવેશ્યું ન હતુ. કેવળ એક આંખ પરની ભ્રમર ઊંચી કરીને ડરાવી દેતા ખુંખાર વિલન કે.એન. (કિશન નિરંજન) સિંઘ તેમની દ્રષ્ટિ ઘણી હદે ગુમાવી ચૂક્યા હતા. પણ સૌજન્ય અકબંધ હતુ. તેમના ઘણા સમકાલીન સાથીઓનેય ાદ કર્યાપણ તેમા નહોતો ભૂતકાળ માટેનો ઝુરાવો કે નહી કે બધુ છૂટી ગયાની વેદના. ગીતા દત્તાના અમર ભજન ધરાવતી નરગિસ દિલીપકુમારની ફિલ્મ ‘જોગન’

ના સંગીતકાર બુલો સી રાની એકલતા અને વિચ્છેદનો તીવ્ર અહેસાસ અનુભવતા હતા. અમારી મુલાકાતને થોડા વર્ષ પછી સમાચારથી જાણ્યું કે તેમણે સળગી જઈ આત્મહત્યા કરી.

સ્ટાર કોમેડિયન જોની વોકર વિશાળ બંગલાના માલિક હતા. પણ ફિલ્મો વિશે વાત સુદ્ધા કરવા માંગતા ન હતા. ‘હતુ ત્યારે હતું, એનું હવે શું છે?’ એવો અભિગમ સામેવાળાને વાગે એ હદે તેમણે કેળવી લીધો હતો કે પછી પેદા થઈ ગયો હતો. તેમની સરખામણીમાં નૌશાદ સરસ બંગલામાં ભૂતકળની યાદો સાથે વર્તમાનમાંજ ીવતા હતા. 1940-5-60ના દાયકામાં સફળતાની ટોચે પહોંચેલા નૌશાદની મધુર ભાષા અને આભાનો જાદુ એવો કે એ.આર. રહેમાન પણ મુંબઈ આવે ત્યારે નૌશાદને પગે લાગવા જતા હતા.ઢળતી ઉંમરે વિશાળ બંગલામાં બેસીને ગરીબી વાગોળવાનો વૈભવ નૌશાદ જેટલી માત્રામાં બહુ ઓછાને પ્રાપ્ત થયો હશે.

એમ તો કવિ પ્રદીપજી પણ વિલે પાર્લેના એસ.વી. રોડ પર સરસ બંગલામાં રહેતા હતા, પણ તેમની પ્રકૃતિસહજ તીખાશ ઉંમર સાથે વધી હતી. જૂની ઘટનાઓની કડવાશ તેમનામાંથી ઓસરી ન હતી અને વાતવાતમાં તે તરત સપાટી પર આવી જતી હતી.

આ અને આવા બીજા કલાકારો સાથેની મુલાકાત મોટેભાગે એકવારની, તેમા વાતચીતનો મુખ્ય દોર, ફિલ્સંગીતનો હોય. છતાં વૃદ્ધાવસ્થા સાથે એ લોકો કેવી રીતે પનારો પાડી રહ્યા છે એની છબી, ડાર્ક-રૂમમાં ધોવાતા રોલ પરધીમે ધીમે ઉપસતા ચિત્રની જેમ મનમાં ઉભરતી રહી છે. વૃદ્ધાવસ્થાના અનર્થ અને જીવનના અર્થ માણસે માણસે જુદા છે. એ અહેસાસ ‘તેરા ક્યા હોગા’? ની અણી ભોંકે છે અને ‘ફુર્સત કે રાતદિન’ની મધુર આશા પણ આપે છે.

-અંકિત ત્રિવેદી

Your email address will not be published.