યોગી દેવનાથ બાપુની ચાહના ગુજરાતથી ગોરખપુર સુધી, મુળ રાજસ્થાનના દેવનાથજી કેમ બની ગયા હતા 12 વર્ષની ઉંમરે સંન્યાસી

| Updated: January 26, 2022 8:58 pm

ગુજરાતના યોગી આદિત્યનાથ ગણાતા નાથ સંપ્રદાયના દેવનાથ બાપુનો Yogi Devnath આજે 49મો જન્મ દિવસ છે, ગુજરાતના યોગી આદિત્યનાથ ગણાતા દેવનાથ બાપુ હજ્જારો ચાહકો ધરાવે છે, ગુજરાતથી માંડી ગોરખપુર સુધી તેમના અનુયાયીઓ છે. મુળ રાજસ્થાનના દેવનાથજી બાપુએ 49માં જન્મદિવસે વાઇબ્સ ઓફ ઇન્ડીયા સાથે તેમની જીંદગી વિશેની તમામ વાતચીત કરી હતી, ઉપરાંત છેલ્લા 25 વર્ષોની ભાજપ સાથે જોડાયેલા દેવનાથ બાપુએ રાપરમાં પોતાને જો ભાજપમાં ટિકીટ મળે તો કોંગ્રેસના સોનિયા ગાંધીને ખુલ્લી ચેલેન્જ ફેકીં હતી અને ભાજપ પોતાને ટિકીટ આપશે તેવી આશા વ્યકત કરી હતી. આજે યોગી દેવનાથજીના જન્મદિન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને શુભકામના પાઠવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગી દેવનાથને જન્મદિવસની શુભકામના પાઠવી હતી

વાઇબ્સ ઓફ ઇન્ડીયા સાથેની ખાસ વાતચીતમાં દેવનાથ બાપુએ Yogi Devnath કહ્યું હતું કે તેઓ મુળ રાજસ્થાનના વતની છે. તેમના પિતા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા, તેઓ જયારે નાના હતા ત્યારે તેમના ગામમાં એક આશ્રમ હતો અને સ્કુલ જવાના રસ્તે તે આશ્રમ આવતો હતો, જેથી તેઓ અવારનવાર આ આશ્રમમાં જતા હતા, બસ ત્યારથી તેમને સંન્યાસ લેવાનું ઘેલું લાગ્યું હતું. તેમના પરિવારજનોએ તેમને ખુબ સમજાવ્યા હતા પણ સંન્યાસ લેવાની લગની લાગતા તેમણે સંન્યાસ લેવાનું નક્કી કરી દીધુ હતું અને તેઓ સંન્યાસી બની ગયા હતા. તેઓ નાથ સંપ્રદાય સાથે જોડાયેલા છે, બાદમાં તેઓ કચ્છ ભુજ ખાતે આવ્યા હતા અને ત્યાં એક નાનું મદિર હતું તે જ સ્થળે તેમણે આશ્રમ બનાવવાનું નક્કી કર્યું હતું, અને આજે તે “એકલધામ” આશ્રમ તરીકે આળખાય છે, હાલમાં ત્યાં ગૌશાળામાં 200થી પણ વધુ ગાયો છે અને આશ્રમ ખાતે તેમના ચાહકો અવાર-નવાર આવતા હોય છે.

અનુયાયી સાથે

આ પણ વાંચો – વો 22 સેકન્ડ, કોઈએ પરિવાર ગુમાવ્યો, તો ઘણાની આંખોની સામે બિલ્ડિંગો પત્તાના મહેલની જેમ વિખેરાઈ

દેવનાથ બાપુએ વાઇબ્સ ઓફ ઇન્ડીયાને તેમની ચાહના વિશે પુછયું તો તેમણે કહ્યું હતું કે તેઓ જયારે યોગી આદિત્યનાથ ઉતરપ્રદેશના મુંખ્યમંત્રી બન્યા અને તેઓ એકલધામ આશ્રમ ખાતે આવ્યા હતા. બસ ત્યારથી તેમના ચાહકોમાં ઉતરોતર વધારો થવા લાગ્યો હતો, ગુજરાતથી ગોરખપુર સુધી પોતાના ચાહકો ધરાવનાર યોગી દેવનાથ યોગી આદિત્યનાથજીના ખુબ જ અંગત માનવામાં આવે છે, તેઓ જયારે પણ ગુજરાત આવે ત્યારે એકલધામની મુલાકાત અચુકપણ લેતા હોય છે.

યોગી દેવનાથ Yogi Devnath ગુજરાતમાં હિન્દુ યુવા વાહિનીના પ્રભારી છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેના તેમનાં કેટલાક ફોટો વાયરલ થયા હતા અને તેઓ ચર્ચામાં આવ્યા હતા. જ્યારે લોકોએ તેમના ફોટો પોસ્ટ કરવાનું શરૂ કર્યું ત્યારે ટ્વિટર પર #गुजरातकेयोगी ટ્રેન્ડ થવા લાગ્યો હતો. હિન્દુ યુવા વાહિનીના ગુજરાત પ્રભારી યોગી દેવનાથ ટ્વિટર પર ખુબ જ ટ્રેન્ડ થયા હતા. તે સમયે ટ્વિટર પર ઘણા લોકો યોગી દેવનાથના ફોટો પોસ્ટ કરી તેમને ‘ગુજરાતના યોગી’ કહ્યા હતા. યોગી દેવનાથ પોતે પણ પોતાના ટ્વિટર હેન્ડલ @YogiDevnath2 પર ખૂબ જ એક્ટિવ છે અને સતત તમામ પોસ્ટ અને ફોટો શેર કરતા રહે છે.

યોગી દેવનાથજી

યોગી દેવનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નજીકના માનવામાં આવે છે. તેમની પાસે યોગી દેવનાથના Yogi Devnath નામની એક વેબસાઈટ પણ છે જેમાં લખ્યું છે કે તેઓ ગુજરાતમાં હિન્દુ યુવા વાહિનીના પ્રભારી તેમજ કચ્છ સંત સમાજના પ્રમુખ છે અને અખિલ ભારતીય સાધુ સમાજના સભ્ય છે. તેઓ લગભગ 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાયેલા છે. તેઓ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ભરૂડીયા ગામમાં આવેલા એકલધામ આશ્રમના મહંત પણ છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ પાસેથી ટિકિટ માંગી હતી. કચ્છના કૈલાસ ટેકડીમાં સાધુ -સંતોએ બેઠક યોજી ભાજપ હાઈકમાન્ડ પાસે આ માંગણી કરી હતી.

સાધુ-સંતો અને પોતાના અનુયાયીઓ સાથે

2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ આપી શકે છે ટીકીટ કચ્છ જિલ્લામાં રાપર વિધાનસભા મતવિસ્તાર છે, જ્યાંથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં યોગી દેવનાથને Yogi Devnath મેદાનમાં ઉતારવાની અટકળો લગાવવામાં આવી રહી છે. હાલમાં આ બેઠક કોંગ્રેસના કબજામાં છે, આવી સ્થિતિમાં ભાજપ અહીં તેમના ચહેરા પર દાવ લગાવવાનું ચોક્કસ પસંદ કરશે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ કરી રહ્યા છે અને લોકો તેમના વખાણ કરી રહ્યા છે કે માત્ર યોગી જ રાજનીતિને યોગ્ય રીતે સંભાળી શકે છે. ખાસ કરીને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો તેમના ફોટો ટ્વીટ કરી રહ્યા છે.

અનુયાયીને તિલક કરતા

યોગી દેવનાથે ટ્ટીટર પર ફોલોઅર્સ વધારવા યુવતીના નામના એકાઉન્ટનો ઉપયોગ કર્યો હોવાના આક્ષેપ વિશે વાઇબ્સ ઓફિ ઇન્ડીયાને જણાવ્યું હતું કે તેમના ફોલઅર્સ એટલા બધા છે કે વિર્ધીમી યુવકો તે શાંખી શકતા નથી અગાઉ બે થી ત્રણ વખત તેમનું ટ્ટીર એકાઉન્ડ હેક થયેલુ્ છે અને એકાઉન્ટ યુવતીના નામનું બનાવી દેવામાં આવ્યું હતું અને મે આ અંગે પોલીસ ફરિયાદ પણ કરેલી છે તેમ તેમણે ઉમેર્યું હતું. આગામી 2022ની ચુંટણીમાં જો પોતાને ભાજપમાંથી ટિકીટ મળે તો સોનીયા ગાંધી પણ રાપરમાંથી જીતી નથી શકતા તેઓ મજબુત આશાવાદ તેમણે વ્યકત કર્યો છે.

Your email address will not be published.