વલસાડી હાફૂસ સુંઘવા પણ નહી મળે, ખેતરોમાં નુકશાન એટલુ છે કે માર્કેટ સુધી પહોંચે તો ય બહુ છે

| Updated: April 6, 2022 3:33 pm

ફળોમાં સૌથી વધુ લોકોની પંસદ બનતી કેરી આ વખતે ધણા લોકોને સુંધવા પણ નહી મળે તેવું લાગી રહ્યું છે.ગીરમાંથી આવતી કેસર કેરી તાઉતે વાવાઝોડાના કારણે હવે પાકને નુકશાન થયું હતું જેના કારણે કેસર કેરીની માત્રા પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે ત્યારે હવે વલસાડી હાફૂસ સુંઘવા મળે કેમકે વાડીઓમાં એટલું નુકશાન થયું છે કે લોકો સુધી નહી જ પહોચી શકે.

વલસાડ જિલ્લામાં હાફુસ-કેસર-રાજાપૂરી સહિતના કેરીના પાકમાં 70 થી 80 ટકાથી વધુ નુકશાની જોવા મળી રહી છે અને આ નુકશાની ખેડૂતોને પણ નડશે તે પણ નક્કી છે.ઓછા ઉત્પાદનના કારણે ખેડૂતોનો હાલ પણ બેહાલ થઇ રહ્યો છે.

આજ વખતે કેરીની સીઝન મોડી થવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે જેને લઇને વરસાદનું આગમન પણ થઈ જશે અને તેના કારણે કેરીના પાકને નુકશાન થવાનું પાકું છે.

આ વર્ષના સતત માવઠાઓ પડી રહ્યા હતા અને જેના કારણે કેરીના પાકને નુકશાન થવા પામ્યું હતું.40 ટકાથી પણ વધુ નુકસાન ત્યારે થતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે અને ખેડૂતોને કેરીના પાકમાંથી કોઇ ફાયદો નહી થાય તેવુ જોવા મળી રહ્યું છે.

37 હજાર હેક્ટરમાં આંબાવાડીઓમાં પાક લેવામાં આવ્યો હતો અને તેની સાથે હાલમાં ગરમીના કારણે કેરીના પાકને ખુબ સાચવણી કરવાની જરૂરત ઉભી થઇ છે

આ સાથે વધુ ગરમી પડવાના કારણે મોરવા કાળા પડી ગયા છે જેના કારણે ખેડૂતોમાં વધારે ચિંતા જોવા મળી રહી છે.વરસાદવા કારણે નુકશાની ભરત પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે પત્ર લખીને માંગણી કરવામાં આવી છે.

Your email address will not be published.