ક્રિપટો કરન્સીનું આકર્ષણ ક્ષણિક કે પછી લાંબા ગાળાનો ઘોડો?

| Updated: August 17, 2021 10:21 am

જો તમે ક્રિપટો કરન્સીમાં રુચિ ધરાવતા હો તો આ જરૂરથી વાંચજો. માર્કેટમાં થઈ રહેલા વધ ઘટ અને ગેરકાયદેસર હોવા છતાં વધુને વધુ યુવા રોકાણકારો આ તરફ વધી રહ્યા છે અને WaZirX, CoinDCX, Zebpay જેવા ટ્રેડિંગ માધ્યમો થકી ડિજિટલ ચલણમાં રોકાણ કરી રહ્યા છે.

ઇન્ટરનેટનો વપરાશ કરતાં લોકોમાં જેટલો વધારો થયો છે તેના કરતા બમણો વધારો ક્રિપટો કરન્સીમાં રોકાણ કરવા વાળા લોકોનો થયો છે. WaZirX પર શહેરી કરતા ગ્રામીણ વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં રોકાણ કરી રહ્યા છે. અને તાજેતરમાં મળેલા આશ્ચર્યજનક આંકડા મુજબ WaZirX પર 73 લાખ લોકો રજિસ્ટર્ડ છે અને આ વર્ષે 2.8 અબજ ડોલરનું ટ્રેડિંગ નોંધવામાં આવ્યું છે.

સૌજન્ય: Altramp

૨૫ વર્ષીય મુંબઈની વકીલ ખુશ્બુ અંકલેશ્વરયા કહે છે ઘણા વર્ષોથી સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા, પરંતુ આ વર્ષે તે ક્રિપટો કરન્સીમાં રોકાણ તરફ વળયા છે. ખુશ્બુએ જણાવ્યું હતું કે “મેં મારું રિસર્ચ મોટાભાગે અખબારો અને સોશિયલ મીડિયા ઉપરથી કર્યું હતું. મેં મારા પિતાની મદદ પણ માંગી જે એક સ્ટોક બ્રોકર અને માર્કેટ એનાલિસ્ટ છે. ત્યારબાદ જ હું ઇન્વેસ્ટ કરવા આગળ વધી હતી અને હું નિશ્ચિતપણે જાણું છું કે મને પાંચથી 10 વર્ષ સુધીમાં શ્રેષ્ઠ પરિણામો મળશે.”

ક્રિપટીફાઈડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક કુણાલ બરછા કહે છે કે “આ માર્કેટની અસ્થિરતા જ યુવાનોને તેની તરફ આકર્ષે છે. સ્થિર માર્કેટ નીરસ હોય છે જ્યારે અસ્થિરતા તમને રોમાંચ આપે છે અને આજ રોમાંચની ખોજ યુવાઓ કરતાં હોય છે.”

ક્રિપટોની ન્યુઝ વેબસાઇટના સ્થાપક યશ પુરોહિત કહે છે કે યુવાનોને આ કરન્સીમાં પારદર્શિતા જોવા મળે છે જેના કારણે તેઓ અહીં રોકાણ કરે છે જ્યારે આ વસ્તુ શેરબજારમાં જોવા મળતી નથી.

સરકાર શું માને છે?

ક્રિપટો કરન્સી પર આધારિત કાનૂની બિલનું કામ બે વર્ષથી થઈ રહ્યું છે પણ કોઈને ખબર નથી કે આ બાબતે સરકાર હવે શું નવું કરશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન થોડા મહિના પહેલા જણાવ્યું હતું કે સંસદના ચોમાસા સત્ર દરમિયાન ક્રિપટો કરન્સી વિશે ચર્ચા થઇ શકે છે, પરંતુ સંસદનું સત્ર અધૂરૂ રહેતા આ વિશે કોઈ માહિતી નથી.

ક્રેસ્ટ ડેટા સિસ્ટમ સાથે અમદાવાદમાં કામ કરી રહેલા દીપલ પરમાર કહે છે, “સરકાર દ્વારા ક્રિપટો કરન્સી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાની સંભાવના છે જેથી હવે મેં ઇન્વેસમેન્ટ બંધ કર્યું છે. દીપલ WaZirX સાથે ગત વર્ષથી ક્રિપટો કરન્સીમાં રોકાણ કરતા હતા.”

કેટલાક લોકોનું માનવું છે કે ક્રિપટો કરન્સી પ્રત્યે ભારત સરકારનું વલણ બદલાયું છે અને કદાચ નર્મ પણ થયું છે. અલબત્ત ક્રિપટો કરન્સી સત્તાવાર મંજૂરી નથી મળી હોવા છતાં ક્રિપટો કરન્સીની એક બાબત સરકાર જરૂર અપનાવી છે અને તે છે બ્લોક ચેઈન દ્વારા ટ્રાન્ઝેક્શન.

સૌજન્ય: Altramp

અમદાવાદના સાગરનું માનવું છે કે, “એલ સાલ્વાડોર જેવા દેશમાં થઈ રહેલા બદલાવ અને વિશ્વ વ્યાપી લોકપ્રિયતા પછી સમય આવી ગયો છે કે ભારતમાં પણ બિટકોઇન અને ઈથર તેરી ક્રિપટો કરન્સી સત્તાવાર રીતે અપનાવવામાં આવે.”

જૂન 2021માં એલ સાલ્વાડોર દેશએ ક્રિપટો કરન્સીને સત્તાવાર રીતે અપનાવી વિશ્વમાં આવું કરવા વાળો પ્રથમ દેશ બન્યો હતો.

ઘણા તુલનાત્મક અભ્યાસો દર્શાવે છે કે જો આપણે ક્રિપ્ટો વાપરતા લોકોની વૃદ્ધિની સરખામણી ઈન્ટરનેટ સાથે કરીએ, તો આપણે ક્રિપ્ટો માટે હજુ પણ વર્ષ 1999માં છીએ. અને ત્યારબાદ ઇન્ટરનેટનો વ્યાપ કેટલો ફેલાયો છે, તે આપણે સૌ જાણીએ છે.

Your email address will not be published. Required fields are marked *