દિલ્હીગેટ ઓવરબ્રિજ (Overbridge)પરથી બુધવારે રાત્રે એક બાઈકસવાર કમ્પ્યૂટર ઇજનેરની મૌત થઈ હતી. યુવક પરિવાર સાથે સંબંધીના લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.બાઈક બ્રિજની સાઈડની પાળી સાથે અથડાયા બાદ યુવક બ્રિજ પરથી નીચે પડ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં ટેક્સટાઇલ્સ કંપનીઓને માંગ વધવાની સામે કપાસની ઘટતી ઊપજથી ચિંતા
વિગત મુજબ, યુવક વરાછા, એલ. એચ. રોડ ખાતે મરઘા કેન્દ્ર પાસે શ્રીજીનગરી સોસાયટીમાં રહેતો હતો. યુવકનું નામ ઓમ નિલેશ સોની (ઉં.વ.21) હતું, અને તે કમ્પ્યૂટર ઇજનેર હતો. હાલમાં સાયબર સિક્યોરિટી નામની કંપનીમાં નોકરી કરતો હતો. બુધવારે સાંજે ઓમ તેના પરિવાર સાથે પુણાગામમાં તેમના સંબંધીના લગ્નપ્રસંગમાં ગયો હતો. રાત્રે પાછા ઘરે આવવા બાઈક લઈને નીકળ્યો હતો. ત્યારે દિલ્હીગેટ ઓવરબ્રિજ (Overbridge)પરથી પુરપાટ ઝડપે જતા ઓમની બાઈક બ્રિજની સાઈડની પાળી સાથે અથડાઈ હતી અને ઓમ બ્રિજ પરથી નીચે પટકાયો હતો. જેમાં તેને શરીરે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે તેને સ્મીમેરમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરની સારવાર મળે તે પહેલા જ યુવકની મોત થઈ ગઈ હતી. પુત્રના અકાળ મૃત્યુથી પરિવારમાં દુ:ખનું વાતાવરણ છે . બનાવ અંગે મહિધરપુરા પોલીસ તપાસ કરી રહી છે.