અમદાવાદમાં યુથ કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન, ઉદયપુર અને જમ્મુ- કાશ્મીરમાં પકડાયેલા આરોપીઓના કનેક્શનના બેનરો

| Updated: July 7, 2022 1:11 pm

ભાજપના નેતા નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ઉદયપુરમાં કનૈયાલાલ દરજી નામના યુવકની હત્યા થઇ હતી અને આ હત્યાના કેસમાં સંડોવાયેલા આરોપીઓને જમ્મુ-કાશ્મીરમાંથી પક્ડી લેવામાં આવ્યા હતા.આ આરોપીઓનું કનેક્શન ભાજપ સાથે હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં કોંગ્રેસ દ્રારા વિરોધ કરવામાં આવ્યો છે.જેમાં શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા આરોપીઓ સાથે ભાજપના નેતાઓના બેનરો લગાવામાં આવ્યા છે. આ બેનરોમાં લખાણ કરવામાં આવ્યું છે કે ભાજપનો રાષ્ટ્રવાદ છે કે આતંકવાદ.

કોંગ્રેસે શહેરના વિવિધ વિસ્તારોમાં બેનરો લગાવ્યા છે.ઉપર આંતકવાદીના ફોટા અને નીચે ભાજપના નેતાઓના ફોટા આ બેનરોમાં જોવા મળી રહ્યા છે.જ્યારે આરોપી તાલીમનો આતંકવાદી તાલીમ અને નીચે આઇટી સેલનો ચીફ તેવો ફોટો મુકવામાં આવ્યો છે. અમદાવાદમાં અનેક વિસ્તારમાં આવા બેનર લગાવીને પકડાયેલ આતંકવાદીઓ અને ભાજપ ના કનેક્શનો ને ઉજાગર કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે.

Your email address will not be published.