ઉર્જા વિભાગ ભરતી કૌભાંડના મારી પાસે તમામ પુરાવા છેઃ યુવરાજસિંહ

| Updated: January 10, 2022 5:33 pm

યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે ફરી એક વાર ઉર્જા વિભાગની ભરતીમાં મોટા પાયે કૌભાંડની વાત કરી હતી. અને એમ પણ કહ્યું હતું કે નોકરી અપવવા માટે પરિવારવાદ ઓળખાણવાદ અને પોતાના લોકોને નોકરી મળી જાય તે માટે આ કૌભાંડ કરાયું હતું. આ ઉપરાંત ભરતી કૌંભાડના તમામ પુરાવ પોતાની પાસે હોવાનું પણ કહ્યું હતું.

યુવરાજસિંહે આ કૌભાંડમાં સામેલ લોકોના નામ અને તેના વિશે માહિતી ઉપરાંત કૌભાંડમાં તેની શું ભૂમિકા છે તે જણાવતાં કહ્યું હતું કે દિલીપ ડાહ્યાભાઈ પટેલના ભાઈ વિજય પટેલ, બીજા ડો. ધર્મેન્દ્ર પટેલ જે બાયડમાં રહે છે. શ્વેત પટેલ પણ વચેટીયા તરીકે કામ કરે છે. શ્વેતનો સાળો જયેશ ભાઈ છે. ઉત્પલ છે તે દિલીપ ડાહ્યાભાઈ પટેલનો દીકરો છે અને એમની પત્ની થર્મલ જેટકોમાં નોકરી કરે છે. 45 લોકો ને ઉર્જા વિભાગમાં લગાડવા માટે દિલીપ ડાહ્યા ભાઈ પટેલની મહત્વની ભૂમિકા છે.

ઉર્જા વિભાગનું કૌભાંડ પરિવારવાદ મુજબ ચાલી રહ્યું છે, જેમાં એક જ પરિવારના સભ્યોને જ નોકરી લગાવવાનું સેટિંગ કરવામાં આવ્યું છે. અરવિંદ પટેલે પણ આ જ રીતે પોતાના 40 થી 45 લોકોને નોકરીએ લગાડ્યા છે. જે નોકરીએ લાગ્યા છે એમની સાથે વાત કરી છે અને ઓડિયો ફાઇલનું રેકોર્ડિંગની મારી પાસે છે.

યુવરાજસિંહે જણાવ્યું કે ગૃહ રાજ્ય મંત્રી અને મુખ્યમંત્રીને તપાસ સમિતિની રચના કરવી જોઇએ. જેમના નામ લીધા છે એમની સંપત્તિની પણ તપાસ થવી જોઇએ. હેડ ક્લાર્કની પરીક્ષામાં સંકળાયેલ પીનકીન બારોટ ઉર્જા વિભાગની ભરતીમાં પણ સંકળાયેલો છે.

તેમણે જણાવ્યું કે મારાથી કોઈ પણ સમાજની લાગણી દુભાઈ હોય તો ફરી માફી માગું છું, પણ આ સિસ્ટમને દૂર કરવા માટે તેમજ ખરા લોકો ન રહી જાય એમના માટે આ લડાઈ માટે આગળ આવ્યો છું. દિલીપ પટેલ અને અરવિંદ પટેલની લાગવગ ઉર્જા વિભાગના અધિકારીઓ સાથે છે. 108 લોકો અમારી લિસ્ટમાં છે જે આ રીતે ઓળખાણથી નોકરીએ લાગેલા છે. આ એક જ સમાજની વાત નથી બધા જ લોકો છે જે આ રીતે દુષણ ઉભું કરી રહ્યાં છે.

જેણે મારી સામે ફરિયાદ કરી છે તે અવધેશ પટેલનો સી.આર. પાટીલ સાથેનો ફોટો મારી પાસે છે. તેમણે આ ફોટો પ્રેસ કોન્ફરન્સમાં પણ બતાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે આ કૌભાંડની સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે. મેં આ બાબતે હર્ષ સંઘવી અને પોલીસનો સમય માંગ્યો છે.

Your email address will not be published.