લોકડાઉનમાં નવરા બેઠાં બાળકોના અશ્લિલ વીડિયો ડાઉનલોડ કરનાર યુવાનની ધરપકડ

| Updated: July 1, 2021 8:10 pm

અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં ચંદ્રબાગની ઝૂંપડપટ્ટીમાં રહેતા એક યુવાને બાળકોના અશ્લિલ વીડિયો ડાઉનલોડ કરતા તેની ધરપકડ કરવામાં આવી છે. સંજય પ્રકાશભાઈ ગવરી નામના 30 વર્ષીય યુવાનને લોકડાઉન દરમિયાન નવરા બેઠા બાળકોના અશ્લિલ વીડિયો ડાઉનલોડ કરવાની ટેવ પડી ગઈ હતી.

ગવરીને ખબર ન હતી કે સાઈબર સેલ તેના પર નજર રાખી રહી છે. ઇન્સ્પેક્ટર બી કે ગમારની આગેવાની હેઠળ સિટી પોલિસ પહેલી જુલાઈએ તેના ઘરે પહોંચી ત્યારે ગવરી માટે મુશ્કેલીની શરૂઆત થઈ હતી.

પોલીસને જોતા જ ગવરીને આશ્ચર્ય થયું હતું, પરંતુ સાઇબર સેલના અધિકારીઓએ તેમનો ફોન આંચકી લીધો ત્યારે તેને પોતાના ગુનાની ખબર પડી હતી. અધિકારીઓએ ફોનની ગેલેરી ખોલી હતી અને ગવરીને દેખાડ્યું હતું કે તેણે ઇન્ટરનેટ પરથી બાળકોના અશ્લિલ વીડિયો ડાઉનલોડ કર્યા હતા.

સાઇબર સેલના ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું કે આરોપીના ફોનની ગેલેરીમાં વાંધાજનક વીડિયો હતા જેમાં બાળકોના અશ્લિલ વીડિયો સામેલ હતા. અમે તેને જણાવ્યું કે બાળકોના આવા વીડિયો ડાઉનલોડ કરવા એ ગુનો છે. અમે તેને આઇટી એક્ટ હેઠળ પકડ્યો છે. સત્તાવાર ધરપકડ કરતા પહેલાં આરોપીનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે આરોપી એક ખાનગી ટ્રાન્સપોર્ટ કંપનીમાં હેલ્પર તરીકે કામ કરે છે. આંશિક લોકડાઉન દરમિયાન તેની કામગીરી બંધ થઈ ગઈ હતી. તેથી તેણે ઇન્ટરનેટ પર સમય ગાળવા આવા વીડિયો ડાઉનલોડ કર્યા હતા.

Your email address will not be published.