ઝોમેટોનો પબ્લિક ઇસ્યુ: લિસ્ટીંગ પછી દેશની 55મી સૌથી મુલ્ય વાન કંપની બનશે

| Updated: July 8, 2021 7:15 pm

મોબાઈલ એપ અને ઓનલાઈન ઓર્ડર એકત્ર કરી લોકોના ઘર સુધી ફૂડ ડિલીવરી આપતી કંપની ઝોમેટો લીમીટેડ તા.14 જુલાઈથી 16 વચ્ચે પોતાના શેરનો પબ્લિક ઇસ્યુ લઇ આવી રહી છે. ગુરુવારે કંપનીએ આ રૂ.9375 કરોડના શેર ઇસ્યુ માટે રૂ.72થી 76ના પ્રતિ શેરના ભાવની જાહેરાત કરી હતી. આ સાથે કંપનીનું લીસ્ટીંગ પછી બજાર મુલ્ય (કે માર્કેટ કેપ) રૂ.59,623 કરોડ જેટલું થશે. આટલા મોટા બજાર મૂલ્ય સાથે તે દેશની સૌથી વધુ મુલ્યવાન કંપનીઓની યાદીમાં હીરો મોટો કોર્પ, ટોરેન્ટ ફાર્મા કે અન્યને પાછળ રાખી 55માં ક્રમે આવશે.

અત્યારે દેશમાં સૌથી વધુ ટુ-વ્હીલરનું વેચાણ કરતી હીરો મોટોકોર્પ રૂ.58,221 કરોડના માર્કેટ કેપ સાથે 55માં ક્રમ ઉપર છે. આના પછી ગ્લાંડ ફાર્મા રૂ.57,૪૦૯ કરોડ, ઓરોબિંદો ફાર્મા રૂ.56,૫૫૮૭ કરોડ ઉપર આવે છે. લીસ્ટીંગ બાદ ગુરુગ્રામ સ્થિત ઝોમેટો આ બધાને પાછળ પાડી દે તેવી શક્યતા છે.

કંપની પોતાના રૂ.9,375 કરોડના પબ્લિક ઇસ્યુ સાથે એકત્ર કરેલી રકમનો ઉપયોગ બજારમાં તેની સ્થિતિ મજબૂત કરવા માટે નવી ટેકનોલોજી અને નવી કંપનીઓ હસ્તગત કરવા માટે કરશે. ઝોમેટો દેશમાં સૌથી મોટી ફૂડ ડિલીવરી આપતી કંપનીઓમાંથી એટક છે. મોબાઈલ એપના ઓર્ડરમાં ડિસેમ્બર ૨૦૨૦ના અંતે પૂર્ણ થતા નવ મહિનાના ગાળામાં કંપનીનો મ્બ્જર હિસ્સો ૯૯.૩ ટકા હોવાનું ઝોમેટોએ પોતાના પ્રોસપેક્ટસમાં જાહેર કર્યું છે.
કંપની માટે 161637 જેટલા ડિલીવરી પાર્ટનર, 131233 રેસ્ટોરન્ટનું નેટવર્ક છે. વર્ષ 2017-18માં ઝોમેટોએ 3.06 કરોડ ઓર્ડર થકી લોકોના ઘર સુધી ફૂડ પહોચાડ્યું હતું જે વર્ષ ૨૦19-20માં વધી 40.31 ઓર્ડર થયું છે.

જોકે, ઝોમેટો જેટલી આવક રળે છે તેની સામે તેનો ખર્ચ વધારે હોવાથી ખોટ સહન કરવી પડી રહી છે અને દર વર્ષે ધંધો ચાલુ રાખવા માટે વધારે રોકડ પ્રવાહ ઠાલવવો પ્દડી રહ્યો છે. કંપનીએ સેબી સમક્ષ રજુ કરેલા પ્રોસપેક્ટસ અનુસાર વર્ષ 2017-18માં કુલ આવક રૂ.466 કરોડ હતી જે 2019-20માં વધી રૂ.2604 કરોડ થઇ છે જે ચાર ગણી વૃદ્ધિ દર્શાવે છે. સામે આ સમયગાળામાં ખોટ પણ રૂ.106 કરોડ સામે વધી રૂ.2385 કરોડ થઇ ગઈ છે.

ઝોમેટોની નાણાકીય સ્થિતિ

રૂ. કરોડ2018201920209M2020
કુલ આવક466131226041301
ખોટ10610102385682
નવો રોકડ પ્રવાહ6917422143269

Your email address will not be published.