અમદાવાદ બ્લાસ્ટ કેસ અને લઠ્ઠાકાંડ મારી કેરિયરના સૌથી કપરા કેસઃ DGP આશિષ ભાટીયા

| Updated: June 26, 2021 11:52 am

જ્યારે પણ પોલીસની છબી આપણી સામે આવે છે ત્યારે ખાખી વર્દીમાં એક પહાડ જેવો કઠણ વ્યક્તિ જોવા મળે છે. પછી એ પુરૂષ હોય કે સ્ત્રી. પણ ખાખી વર્દી પાછળ પણ એક નરમ અને નેક દિલ વ્યક્તિ હોય છે. ગુજરાતીઓ પોતાનો વ્યાપાર સારી રીતે સાઈડમાં ચાલે એટલા માટે સરકારી નોકરી કરતા હોય છે અથવા પોતાનો વ્યાપાર ચાલુ કરવા માટે સરકારી નોકરી છોડી દે છે. આ વાત ડીજીપી આશિષ ભાટીયાએ કહી છે. ગાંધીનગરમાં ડ્યૂટી પર રહેલા ડીજીપી આશિષ ભાટીયા સાથે ખાસ મુલાકાત કરવામાં આવી ત્યારે તેમણે કેટલાક કેસના એવા પાના ખોલ્યા જે સામાન્ય રીતે કદી બાહર આવ્યા નથી. 

પોતાની વાત આગળ વધારતા ડીજીપી ભાટીયાએ કહ્યું કે, મારો જન્મ પંજાબમાં થયો પણ મારો ઉછેર ચંદીગઢમાં થયો છે. મેં એન્જીનિયરિંગ કૉલેજમાંથી એન્જીનિયરિંગ કર્યું પછી ઉત્તર પ્રદેશના પીંજૌરમાં નોકરી પણ કરી. મારા પિતા સત્યપાલ ભાટીયા સિવિલ સર્વિસમાં હતા. હું આ પોસ્ટ પર છું કારણ કે, પિતા તરફથી મને અને મોટા ભાઈ સંજયને સતત સિવિલ સર્વિસમાં કામ કરવા માટેની પ્રેરણા મળી રહેતી. આશિષ ભાટીયાએ એક વર્ષ મુંબઈ સેન્ટ્રલ રેલવેમાં નોકરી કરી છે પણ ત્યારે તેઓ પોલીસ ફોર્સ સાથે જોડાયેલા ન હતા. 

તેમણે દેશમાં થઈ રહેલા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમના અનેક એવા એક ઉકેલ્યા છે. જ્યારે એમને સૌથી કઠિન અને કપરા કેસ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, અમદાવાદ બ્લાસ્ટ કેસ 2008. જે માત્ર 19 દિવસમાં જ ઉકેલાઈ ગયો હતો. જે એક પૂર્વ આયોજિત કાવતરૂ જ હતું. આ કેસમાં કુલ 78 લોકો સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. મારી પોલીસની કેરિયરમાં આ સૌથી કપરો અને મહત્ત્વનો કેસ છે. બીજો- લઠ્ઠાકાંડ. જેમાં ઝેરી દેશી દારૂને કારણે 136 લોકોનાં મોત થયા હતા. આ કેસની તપાસ મારા અંડરમાં હતી. આજે પણ આ કેસના ગુનેગાર જેલમાં બંધ છે. 

છેલ્લા 20 વર્ષથી ગુજરાત પોલીસમાં જુદી જુદી પોસ્ટ પર રહીને એક મોટી અને મહત્ત્વની ડ્યૂટી કરી છે. વર્ષ 2001માં પોલીસ મેડલ અને 2011માં રાષ્ટ્રપતિના હસ્તેથી પોલીસ મેડલથી સન્માનિત થયા છે. 

જ્યારે ઉત્તર પ્રદેશના યુવાનોની વાત કરવામાં આવે તો તેઓ આજે પણ સિવિલ સર્વિસની તૈયારીઓ કરે છે. આ જ વાત ગુજરાતમાં સંદર્ભમાં કરીએ તો? ડીજીપી ભાટીયાએ કહ્યું કે, વ્યાપાર આ લોકોના લોહીમાં છે અને દિમાગ પણ છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના યુવાનો સિવિલ સર્વિસ જોઈન કરી રહ્યા છે. પણ જ્યારે એમને સરકારી નોકરી મળે છે ત્યારે સાઈડમાં તેઓ પોતાનો બિઝનેસ ચલાવે છે અથવા બિઝનસ ચલાવવા માટે સરકારી નોકરી છોડી દે છે.  

છેલ્લા 20 વર્ષથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઘણી મહત્ત્વની પોસ્ટ પર રહ્યા બાદ આવનારા દિવસોમાં નિવૃતિ અંગે કોઈ વિચાર? જીડીપીએ કહ્યું કે, હું વર્ષ 1986થી આ ગુજરાતમાં છું. હું એવું વિચારૂ છું કે, ગાંધીનગરમાં સેટ થઈ જાવ. નિવૃતિ બાદ એ મારૂ ઘર રહેશે. 

કોવિડની મહામારી દરમિયાન ગુજરાત પોલીસ ફોર્સે એક કોવિડ યોદ્ધા બનીને કામ કર્યું છે. શું લાગે છે આ માટે કોઈ ચોક્કસથી શ્રેષ્ઠ વેતન મળવું જોઈએ? તેમણે કહ્યું કે, આ એક હાઈપ્રેશર જોબ છે. ઘણા બધા પોલીસ કર્મચારીઓએ આ મહામારીમાં જીવ ગુમાવ્યા છે. આવી અસાધારણ સ્થિતિમાં સરકારે અમને ઘણું સારૂ વળતર આપ્યું છે. પોલીસના પરિવારજનોને રૂ.25 લાખ સુધીનું એલાન પણ કર્યું છે. 

તેમ છતાં પોલીસ ચિકિત્સા-આરોગ્યની સુવિધાઓને વધારે શ્રેષ્ઠ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. આપણે સંભવીત ત્રીજી લહેર માટે તૈયાર રહેવું જોઈએ.

Your email address will not be published.