વિસનગરમાં શાળાએથી ઘરે જતી વેળા સગીરા ખુલ્લી ગટરમાં ખાબકી, ભારે જહેમત બાદ બહાર નીકાળી

| Updated: August 6, 2022 1:29 pm

રાજયમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું છે. તેવામાં મહેસાણામાં ભારે વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા અને પાણીના નિકાલ માટે ગટરના ઢાંકળાઓ ખોલી દેવામાં આવ્યા હતા. ત્યારે વિસનગરમાં એક 14 વર્ષની સગીરા ખુલ્લી ગટરમાં ખાબકી હતી. સગીરાને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી.

વિસનગરમાં શુકન હોટલ પાસે ખુલ્લી ગટરમાં એક 14 વર્ષની સગીરા શાળાથી ઘરે પરત ફરી રહી હતી તે વેળા અચાનક પાણીમાં ગરકાવ થઈ ગઇ હતી. જોકે આ દરમિયાન લોકોના ટોળા ત્યાં એકઠા થઇ ગયા હતા. અને તેની શોધખોળ આદરી હતી, પરંતુ બે કલાક સુધી આ સગીરા મળી આવી ન હતી.

લોકોએ સગીરાને શોધવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. બે કલાકની જહેમત બાદ સગીરાને ગટરમાંથી કાઢવામાં આવી હતી. સગીરાની હાલત ગંભીર હોવાને કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મળવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

Your email address will not be published.