2022માં શું થઈ શકે છે, રણબીર કપૂર-આલિયા ભટ્ટ, અર્જુન કપૂર-મલાઈકા અરોરાના લગ્ન? જાણો તેમની જ્યોતિષીય આગાહીઓ

| Updated: January 7, 2022 6:09 pm

કેટરીના કૈફ અને વિકી કૌશલની ડિસેમ્બર 2021 એક સ્વપ્નશીલ હતી. તેમની તસવીરોએ ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી હતી. ત્યારે, હવે બોલીવુડના ચાહકો આવા બીજા બોલીવુડ કલાકારોના એક થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

જેમાં, બધા ચાહકો એ જાણવા ઉત્સુક છે કે, સૌથી પ્રિય સ્ટાર્સ – રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ક્યારે લગ્ન કરશે? તેમજ બી-ટાઉનના અન્ય એક દંપતી અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પણ શું લગ્નાનના બંધનમાં જોડાશે?

તો આ બંને બોલિવૂડ યુગલો 2022 માં લગ્નના બંધનમાં બંધાશે કે કેમ તે માટે અહીં તેમની જ્યોતિષીય આગાહીઓ છે અને તમને જાણીને ચોક્કસપણે આશ્ચર્ય થશે.

લગભગ 18 વર્ષથી જ્યોતિષી રહી ચૂકેલા સેલિબ્રિટી અંકશાસ્ત્રી નિરજ માનચંદાએ આગાહી કરી છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્ન કરશે અને તેમના લગ્ન સારી રીતે સફળ થશે.

પરંતુ એક શરત છે. તેમણે કહ્યું, “રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્ન તો કરશે. પરંતુ, જ્યાં સુધી આલિયા આરકેની આડમાં છે, ત્યાં સુધી લગ્ન સરળ રીતે કામ કરશે.

અર્જુન અને મલાઈકાના લગ્નની વાત કરીએ તો, જ્યોતિષીએ તેની પુષ્ટિ કે ઇન્કાર કર્યો નથી. તેમણે કહ્યું, “જો અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લગ્ન કરશે. તો અર્જુને અચાનક આ નિર્ણય લીધો હશે.”

આપણે ખરેખર 2022માં બોલિવૂડના કેટલાક મોટા કલાકારોના લગ્નો જોવા માંગીએ છીએ. અફવાઓ છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમના લગ્નની તારીખને નજીકના ભવિષ્યમાં ક્યાંક નક્કી કરી ચૂક્યા છે.

એપ્રિલએ મહિનો છે, જે આરકે-આલિયાના લગ્નનો મહિનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ, આ વાત કેટલી સત્ય છે કેટલી નહિ તે તો થોડા સમય પછી ખબર પડશે.

મલાઈકા અને અર્જુનની વાત કરીએ તો આ દંપતીએ તેમના લગ્ન થવા અંગે કોઈ સંકેત આપ્યા નથી.

Your email address will not be published.