મુંબઈમાં વરસાદને લગતા અકસ્માતોઃ 25ના મોત

| Updated: July 18, 2021 3:21 pm

મુંબઈમાં ભારે વરસાદ જીવલેણ સાબિત થયો છે. વરસાદને લગતી જુદી જુદી ઘટનાઓમાં છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. આ ઉપરાંત શહેરના ઘણા ભાગોમાં પાણી પૂરવઠાને પણ અસર થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે અગમચેતીના પગલાંરૂપે તમામ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધ ઠાકરેએ જણાવ્યું કે મૃતકોના પરિવારજનોને પાંચ લાખ સુધીની સહાય આપવામાં આવશે તથા ઇજાગ્રસ્તોની મફતમાં સારવાર કરવામાં આવશે.
હવામાન ખાતાએ જણાવ્યું કે થાણે, મુંબઈ અને પાલઘરમાં હજુ ભારે વરસાદ પડી શકે છે. આ આગાહીના પગલે સરકારે તમામ એજન્સીઓને એલર્ટ રહેવા આદેશ આપ્યો છે. સત્તાવાળાઓએ જણાવ્યું કે મીઠી નદી અને બીજા નાળામાં પાણી વધશે તો આસપાસના લોકોને સલામત સ્થળે ખસેડવા પડશે. મુંબઈમાં ગઈકાલે 200 એમએમ વરસાદ નોંધાયો હતો. બીએમસીએ નાગરિકોને પાણી ઉકાળ્યા પછી જ પીવાની સલાહ આપી છે.

Your email address will not be published.