ગુજરાતમાં કોવિડના 29 નવા કેસ, એક પણ મૃત્યુ નહીં

| Updated: July 20, 2021 8:13 pm

ગુજરાતમાં કોવિડ-19ની સ્થિતિ અત્યારે નિયંત્રણ હેઠળ જણાય છે. રાજ્યમાં મંગળવારે કોરોનાના 29 નવા કેસ નોંધાયા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા પ્રમાણે રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં 4.12 લાખ લોકોનું રસીકરણ થયું હતું.
રાજ્યમાં કોવિડથી સાજા થવાનો દર વધીને 98.73 ટકા થયો છે. આજે રાજ્યમાં 61 દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. રાજ્યમાં મંગળવારે અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ છ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં એક પણ મૃત્યુ થયું નથી.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો હાલમાં કુલ 411 એક્ટિવ કેસ છે જેમાંથી પાંચ દર્દી વેન્ટીલેટર પર છે અને 406 દર્દીની હાલત સ્થિર છે. ગુજરાતમાં અત્યાર સુધીનો મૃત્યુઆંક 10,076 છે.

Your email address will not be published.