સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યના ટ્યુશન અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા કોચિંગ ક્લાસિસના (coaching classes) સંચાલકોના 51 સ્થળોએ પાડેલા રાજ્યવ્યાપી દરોડામાં રૂ. 42 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા છે.
જીએસટી વિભાગે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયાર કરાવતા અને ધોરણ 10થી 12ના વિદ્યાથીઓને ટ્યુશન આપતા એકમો પર એક સાથે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે. જેમાં જીએસટી વિભાગે અમદાવાદ, ગાંધીનગર, સુરત, સુરેન્દ્ર નગર, આણંદ, જૂનાગઢ, નવસારી, મહેસાણા, ભાવનગર, ગોધરા, હિંમતનગર ખાતેના ટ્યૂશન સંચાલકો પર રેડ પાડીને તપાસ કરી હતી. આ કોચિંગ ક્લાસિસના (coaching classes) સંચાલકોએ કરચોરી કરી હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
રાજ્યના જીએસટી ટેક્સ વિભાગની એન્ફોર્સમેન્ટ વીંગએ 14 કોચિંગ ક્લાસમાં 42 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢ્યા છે. વિભાગના અધિકારીઓએ પાછલા અઠવાડિયામાં કરચોરીની શંકામાં કોચિંગ ક્લાસના 51 સ્થાનો/ શાખાઓ પર દરોડા પાડયા હતા.
વિભાગના અધિકારીઓએ 6 કરોડ રૂપિયાની ચોરી શોધી કાઢી છે, જેમાંથી 1.85 કરોડની વસૂલાત કરવામાં આવી છે. રાજ્યના માલસામાન અને સેવા અને કર વિભાગના વરિષ્ઠ અધિકારી જણાવ્યું હતું કે, વિભાગના અધિકારીઓ ડિજિટલ ડેટા અને તેમાં સામેલ દરેક કોચિંગ સેન્ટરો દ્વારા ફાઇલ કરાયેલ જીએસટી રિટર્નની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના રાજકારણમાં ભૂકંપ, હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું