કંપનીમાં ભાગીદાર બનાવવાનું કહી ખોટા દસ્તાવેજ ઊભા કરી બિલ્ડર સાથે 5 કરોડની ઠગાઈ

| Updated: August 2, 2022 9:15 pm

શહેરના એક બિલ્ડર સાથે કંપનીમાં ભાગીદાર બનાવાનું કહી ખોટા દસ્તાવેજો ઉભા કરી રૂપિયા 5 કરોડની ઠગાઈ આચરવામાં આવી હતી. જે અંગે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે એક મહિલા સહિત 4 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

નવરંગપુરા વિસ્તારમાં ઓમપ્રકાશ ધારીવાલ રહે છે તેમણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે, સવિતા પ્રજાપતિ, વિજય પ્રજાપતિ, અનિલ પ્રજાપતિ અને કેશવલાલ પ્રજાપતિએ વાય એન્ડ ટી પ્રોજેક્ટસ નામની કંપનીમાં તેમને ભાગીદાર બનાવ્યા હતા. બાદ નફાની લાલચ આપી 5 કરોડ લીધા હતા. આ ઉપરાંત તેમના એક પરિચિતને કામેશ્વર એપાર્ટમેન્ટમાં 4 મકાન ખરીદાવી 2 કરોડનું રોકાણ કરાવ્યું હતું. તેમની જાણ બહાર વાય એન્ડ ટી પ્રોજેક્ટસ અમલમાં હોવાં છતાં તેના ભળતા નામ વાળી વાય એન્ડ ટી પ્રોજેકટ્સ એલ એલ પી નામની ભાગીદારી પેઢી ઉભી કરી હતી.

સત્યનારાયણ પ્રભુ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સાથે વાય એન્ડ ટી પ્રોજેકટ્સ એલ એલ પી દ્વારા નવો ડેવલોપમેન્ટ કરાર કર્યો હતો. વાય એન્ડ ટી પ્રોજેક્ટ્સના ભાગીદાર તરીકે કેશવલાલ પ્રજાપતિ અને સવિતાબેન પ્રજાપતિએ રાજીનામું આપી દીધું હોવાં છતાં કેશવલાલ, સવિતાબેન તથા અનિલ પ્રજાપતિએ વાય એન્ડ ટી પ્રોજેકટ્સ ભાગીદારી પેઢીના તમામ કામ માટે વિજય પ્રજાપતિને અનઅધિકૃત પાવર ઓથોરીટી લખી આપી હતી. તેમના નાણાંકીય અને વ્યાપારી હક્કોને નુકશાન કરી તેમને રોકાણ કરેલા નાણાં પર નફો નહીં આપી છેતરપિંડી આચરી હતી. આ અંગે ક્રાઇમ બ્રાંચે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.