5G સ્પેક્ટ્રમની હરાજીના પ્રથમ દિવસે રૂ.1.45 લાખ કરોડની બિડ

| Updated: July 27, 2022 3:53 pm

ટેલિકોમ વિભાગ (DoT) ને 5G સ્પેક્ટ્રમની હરાજીના પ્રથમ દિવસે કુલ રૂ. 1.45 લાખ કરોડની બિડ મળી હતી. ટેલિકોમ મંત્રાલયના જણાવ્યા મુજબ, સ્પેક્ટ્રમ માટે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી બિડના દિવસે હરાજીના 4 રાઉન્ડ થયા હતા અને મધ્ય અને ઉચ્ચ બેન્ડ – 3,300 MHz અને 24 GHz માં બિડર્સ તરફથી સૌથી વધુ રુચિ જોવા મળી હતી. 720 MHz લો બેન્ડ, જે અગાઉની હરાજીમાં વેચાયું ન હતું, તેને પણ પ્રથમ વખત બિડ મળી હતી. અહેવાલો અનુસાર, 720 MHz બેન્ડમાંથી 40% વેચાઈ ચૂક્યા છે.

ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, સરકાર સપ્ટેમ્બર સુધીમાં અપેક્ષિત સેવાના રોલઆઉટ સાથે 14 ઓગસ્ટ સુધીમાં “રેકોર્ડ સમયમાં” સ્પેક્ટ્રમ ફાળવવા માગે છે. ભારતની ટોચની બે ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા (VIL) અને પહેલીવાર આવેલા અદાણી ડેટા નેટવર્ક્સે અત્યાર સુધીમાં બિડ લગાવી છે. સરકારે મૂળ કિંમતે 4.3 લાખ કરોડના 10 બેન્ડમાં 72 GHz 5G એરવેવ્સનું વેચાણ કર્યું છે. હરાજી સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

પીયુષ વૈશે જણાવ્યું કે, EMD જમા કર્યા બાદ પોઈન્ટની ફાળવણીથી ઓપરેટરોને લગભગ રૂ. 2 લાખ કરોડનું સ્પેક્ટ્રમ ખરીદવાની મંજૂરી મળે છે, ત્યારે સરકાર આ હરાજીમાંથી લગભગ 40% મેળવવાની અપેક્ષા રાખે છે.

જિયોના EMDની રકમ રૂ. 14,000 કરોડ છે, જ્યારે એરટેલની રૂ. 5,500 કરોડ અને VILની રૂ. 2,200 કરોડ છે. ગૌતમ અદાણીની અદાણી ડેટા નેટવર્કના EMDની રકમ માત્ર રૂ. 100 કરોડ છે. EMD દર્શાવે છે કે કંપની હરાજીમાં કેટલી એરવેવ્સ માટે બિડ કરી શકે છે, સામાન્ય રીતે, કંપનીઓ EMD રકમના 8-10x બિડ કરી શકે છે. દરમિયાન, DoTએ કહ્યું છે કે ટેલિકોમ કંપનીઓએ જે વર્તુળો માટે સ્પેક્ટ્રમ ખરીદ્યું છે તેના માટે વહીવટી રીતે સરકાર પાસેથી ઇ-બેન્ડ સ્પેક્ટ્રમ મેળવી શકે છે.

આ પણ વાંચો: 5G હરાજીઃ જિયોએ 14000 કરોડ અને અદાણીએ 100 કરોડ અર્નેસ્ટ મની ડિપોઝિટ મૂકી

Your email address will not be published.