ચીન સાથેના તનાવ વચ્ચે તાઇવાનને ફટકોઃ મિસાઇલ ડેવલપમેન્ટ ઓફિસરનું શંકાસ્પદ મોત

| Updated: August 6, 2022 3:53 pm

તાઇવાનનો હાલમાં ચીન સાથે તનાવ ચાલી રહ્યો છે ત્યારે તેના મિસાઇલ ડેવલપમેન્ટ ઓફિસરનું શંકાસ્પદ રીતે મોત થતા તેને આંચકો લાગ્યો છે. તાઇવાનના મિસાઇલ ડેવલપમેન્ટ ઓફિસર હોટેલના રૂમમાં મૃત્યુ પામેલી સ્થિતિમાં મળી આવ્યા છે. હજી સુધી તેમના મૃત્યુના કારણ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ દરમિયાન તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું છે કે ચીન મુખ્ય ટાપુઓ પર હુમલો કરવાના પ્રયત્નો કરી રહ્યુ છે અને તેના દ્વારા ઘણી બધી મિસાઇલો છોડવામાં આવી છે. ચીન આ પ્રકારના મિસાઇલ મારાને લશ્કરી કવાયત કહે છે.

તાઇવાનના આ મિસાઇલ ડેવલપમેન્ટ ઓફિસરનું મૃત્યુ દેશ મુશ્કેલ સ્થિતિમાં છે ત્યારે જ થયું છે. ચીને તાઇવાનને સમુદ્રમાં ચારેય કોર ઘેર્યુ છે અને લાઇવ વાયર ડ્રીલ કરી રહ્યુ છે ત્યારે જ તાઇવાનના આ અધિકારીના મોતના સમાચાર આવ્યા છે.

યુએસ સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાનની મુલાકાત પછી ચીન ગુસ્સે છે. તેના પગલે ચીને આક્રમક યુદ્ધ કવાયત શરૂ કરી છે. એટલું જ નહી ચીને નેન્સી પેલોસીની તાઇવાન મુલાકાતનો પણ વિરોધ કર્યો છે. ચીને યુદ્ધાભ્યાસના નામે પોતાની તમામ શક્તિ તાઇવાનની આસપાસ લગાડી દીધી છે. ચીને કુલ 11 મિસાઇલો છોડી હતી, જેમાથી પાંચ જાપાનમાં પડી છે. તેના પગલે ચોંકી ઉઠેલા જાપાનને ચીનના રાજદૂતાવાસને તેના અંગે તલબ કર્યો હતો. આ સિવાય ચીને પાણીની અંદરથી પણ મિસાઇલ છોડી હતી, જે જાપાનની સરહદથી 100 માઇલ દૂર હતી.

આશ્ચર્યની વાત તો એ છે કે ચીન જાપાનને કેમ છંછેડી રહ્યુ છે. વાસ્તવમાં આ એક ભૂલ નથી પણ તેની વ્યૂહરચનાનો ભાગ છે. ચીન તાઇવાનને ઘેરવામાં વ્યસ્ત હતુ ત્યારે નેન્સી પેલોસી જાપાનમાં તાઇવાન અંગે વાત કરતી હતી. ચીન તાઇવાનને ઘેરવાના આયોજનમાં વ્યસ્ત હતુ. રશિયા-યુક્રેન પછી હવે ચીન-તાઇવાન વધુ એક મોરચે ખુલે તેમ માનવામાં આવે છે.

Your email address will not be published.