રાજ્યમાં ઠંડીનો ચમકારો, આપી હવામાન વિભાગે આ આગાહી

| Updated: January 26, 2022 11:50 am

રાજયમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને તેની સાથે હવામાન વિભાગ(weather department) દ્વારા ફરી આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં હજૂ શિતલહેર જોવા મળશે અને તેની સાથે જો વાત કરવામાં આવે તો અનેકોવાર હવામાન વિભાગ(weather department) દ્વારા આગાહી કરવામાં આવી છે અને તે સાચી પડી છે અને તો અનેક વાર હવામાન વિભાગ (weather department) દ્વારા આગાહી કરવામાં આવી કે માવઠું પડશે અને તે વરસાદ પડવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ થવા પામ્યો છે.

હવામાન વિભાગ(weather department) દ્વારા હવામાનમાં ઠંડી જોવા મળશે અને તેની સાથે અનેક જીલ્લાઓમાં ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળશે તેની સાથે જો આજ સવારની વાત કરવામાં આવે તો તાપમાનમાં સતત ધટાડો જોવા મળ્યો હતો.સતત તાપમાનમાં ધટાડો થવાના કારણે હાલ રાજયમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

ઉત્તર પૂર્વીય પવનોને કારણે રાજ્યમાં ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા અપિલ કરવામાં આવી છે કે બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવુ.હવામાન વિભાગની (weather department) આગાહીના પગલે કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે અને અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં ઠંડીનો 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હોવાનું નોંધાયું છે. રાજ્યના 9 શહેરમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન જોવા મળ્યું છે

સરકારએ કૃષિમાં ડ્રોનને લઇને આપી આ સહાય, ખેડૂતોને થશે આ ફાયદો

રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે. રાજ્યના 9 શહેરમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે તાપમાન જોવા મળ્યું છે. 4.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. ગાંધીનગરમાં પણ 4.8 ડિગ્રી તાપમાનમાં લોકો ઠરી ગયા છે તો અમદાવાદમાં 8.6 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાની વાત હવામાન વિભાગ(weather department) દ્વારા જણાવવામાં આવી છે. ગીરનાર પર્વત પર તાપમાનનો પારો 1.1 ડિગ્રી સુધી નોંધાયો છે. રાજ્યમાં હજુ પણ 2 દિવસ ઠંડીનો ચમકારો રહેવાની આગાહી કરાઇ છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, કચ્છમાં હજુ વધારો થશે ઠંડીમાં અને આ સાથે આ શહેરોમાં ઠંડીમાં વધારો જોવા મળશે.

ગુજરાતમાં ઠંડીના પ્રથમ રાઉન્ડે લોકોને થીજવ્યા હતા અને લોકોમાં શરદી-ઉધરસ સહિતની બીમારીઓ જોવા મળી હતી અને એ પછી કમોસમી વરસાદે ફરીથી વાતાવરણને બદલી નાખ્યુ.અને હવે ફરી આગાહી કરવામાં આવી છે શિતળલહેરની તો આ આગાહીના કારણે અનેક જિલ્લાઓમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે

Your email address will not be published.