અમરેલીના વરસડા ગામે છરીના ઘા ઝીંકી આધેડની હત્યા

| Updated: January 5, 2022 5:02 pm

અમરેલીના વરસડા ગામે ગઈ કાલે રાત્રે નજીવી બાબતે એક કાઠી અગ્રણીની હત્યા થઇ જવાની ઘટના સામે આવી છે. આ કરપીણ હત્યાને મામલે હડકંપ મચી જવા પામ્યો છે. આ બનાવના પગલે અમરેલી ગ્રામ્ય ડીવાયએસપી ભંડેરી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે હત્યારાઓને શોધી તમામ ચક્રો ગતિમાન કરીને આગળ તપાસ હાથ ધરી છે.
​​​​​​​

મળતી માહિતી મુજબ અમરેલીના વરસડા ગામે રહેતા ચંપુભાઈ રામભાઈ વાળા (ઉ.વ.૪૫) નામના આધેડ વયના કાઠીની ગત રાત્રીના રોજ હત્યા કરી નાખવામાં આવી હતી. ચંપુભાઈ રામભાઈ વાળા રાત્રીના સમયે બજારમાં આવેલા શંકરના મંદિર પાસે હતા ત્યારે તેમના પર ચંપુ વલકુભાઈ ધાંધલે છરીના ઉપર છાપરી ઘા ઝીકતા તેમને લોહી લુહાણ હાલતમાં અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે અમરેલી પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે આરોપી ચંપુ વલકુભાઈ ધાંધલ સામે ગુનો નોંધી,અટકાયત કરી,આગળ તપાસ હાથ ધરી છે.

(અહેવાલ : મહેક ખેર)

Your email address will not be published. Required fields are marked *