ગુજરાતમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ નોંધાયો!

| Updated: August 4, 2022 5:38 pm

દુનિયાભરમાં મંકીપોક્સના કેસો જોવા મળી રહ્યા છે તેમાં પણ હજુ આંકડામાં વધારો થઇ રહ્યો છે,તો ગુજરાતમાં આજે શંકાસ્પદ કેસ જોવા મળ્યો હોવાની માહિતી મળી રહી છે.

જામનગરની GG હોસ્પિટલમાં મંકી પોક્સના લક્ષણ ધરાવતો શંકાસ્પદ દર્દી દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. નાગનાથ ગેટ વિસ્તારમાં રહેતા 29 વર્ષીય પુરુષને જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દાખલ હાલ કરવામાં આવ્યો છે.જેને લઇને સરકારની સાથે લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે જો આ કેસ પોઝીટિવ આવશે તો હજુ પણ કેસો વધવાની શક્યાતાઓ જોવા મળી રહી છે કેમકે આ મંકીપોક્સએ કોરોનાથી પણ વધુ ફેલાતો વાઇરસ છે જેના કારણે સરકારમાં પણ ખળભળાટ જોવા મળી રહ્યો છે આ સાથે સ્થાનિક તંત્રમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

હાલ દર્દીના નમૂનાને ગાંધીનગરની લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યો છે અને દર્દીને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.

મન્કીપોક્સ સામેની રસી વિશે શું?

ડૉકટરોએ કહ્યું છે કે શીતળાની રસી લગભગ 85% ની અસરકારકતા સાથે મંકીપોક્સ સામે રક્ષણ આપી શકે છે. જો કે તે ચેપને અટકાવી શકતું નથી પરંતુ ડોકટરોએ કહ્યું કે રોગપ્રતિકારક લોકો ગંભીર ચેપ સામે વધુ સારી રીતે સુરક્ષિત છે.

હાલમાં મન્કીપોક્સ માટે શીતળાની રસી ઇમવાનેક્સ ઘણા દેશોમાં રક્ષણ તરીકે મંજૂર કરાઇ છે. એ નોંધવું અગત્યનું છે કે આ રસી હાલમાં આરોગ્ય પ્રેક્ટિશનરો દ્વારા સામાન્ય વસ્તી માટે વાયરસ સામે નિવારણ તરીકે ભલામણ કરવામાં આવતી નથી, કારણ કે તેનો ઉપયોગ ફક્ત ચોક્કસ જોખમ જૂથો માટે થાય છે.

જો તમને મન્કીપોક્સના લક્ષણો દેખાય તો શું કરવું?

જો તમને શંકા હોય કે તમને મન્કીપોક્સ થયો છે, તો તમારે તમારી જાતને અન્ય લોકો સાથેના શારીરિક સંપર્કથી અલગ રાખવી જોઈએ અને તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

મન્કીપોક્સના પ્રારંભિક લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, સોજો અને પીઠનો દુખાવો જેવા સામાન્ય લક્ષણોનો સમાવેશ થાય છે. ફોલ્લીઓ અને ઉઝરડા સામાન્ય રીતે ચહેરા, હાથ, પગ, આંખો, મોં અથવા ગુપ્તાંગ પર એક થી પાંચ દિવસમાં દેખાય છે. છેવટે, તે ઉઝરડા ફોલ્લીઓમાં પરિવર્તીત થાય અને પછી ફોલ્લાઓમાં ફેરવાય છે.

Your email address will not be published.