ગુજરાત: સુરેન્દ્રનગરમાં 2 વર્ષનું બાળક ખુલ્લા બોરવેલમાં પડ્યુ

| Updated: June 8, 2022 3:48 pm

ખુલ્લા બોર કેટલા જોખમકારક હોય છે, એ તો આપણે જાણીએ જ છીએ. આવા ખુલ્લા બોરોને લીધે ઘણી વખત દુર્ઘટના થાય છે,એવામાં (ગુજરાત) ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં બે વર્ષના બાળકની ઊંડા બોરવેલમાં પડી જવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના મંગળવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે અઢી વર્ષનો બાળક શિવમ  રમતા રમતા ખુલા બોરમાં પડી ગયો હતો અને 20-25 ફૂટની ઉંડાઈએ ફસાઈ ગયો હતો. બોર 100 ફૂટ ઊંડો હતો. ત્યારબાદ આર્મી, ફાયર બ્રિગેડ, પોલીસ અને આરોગ્ય અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેને બચાવી લીધો હતો.

જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાની જાણ થતાં તરત જ તેઓએ સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ તેમજ અમદાવાદમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમને ચેતવણી આપી હતી. સ્થાનિક પ્રશાસને આર્મી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.

ત્યારપછી આર્મી, પોલીસ, જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ અને ગ્રામજનોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેઓએ સંકલનમાં કામ કર્યું અને બાળકને 10.45 વાગ્યા સુધીમાં બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકને ધ્રાંગધ્રા શહેરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેને વધુ સારવાર માટે જિલ્લા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, બાળકની સ્થિતિ સ્થિર છે.

આ પણ વાંચો: ગુજરાતના ગુમનામ લોકોનાં વિસ્થાપિત જીવનનાં 20 વર્ષ

Your email address will not be published.