સુરતની બદલાતી સૂરત : અસામાજિક તત્વો બેફામ, રોમિયોની કરતૂત સીસીટીવીમાં કેદ

| Updated: October 12, 2021 7:09 pm

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાં છેલ્લા 2 મહીનાથી ક્રાઇમ રેટ વધી રહ્યો છે. અસામાજીક તત્વો બેફામ થઈ રહયા છે. 2 મહિના અગાઉ માત્ર સુરતમાં જ હત્યા, લૂંટ, બળાત્કારની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. ગત અઠવાડિયામાં મીંડી ગેંગના લુખ્ખાઓએ જાહેરમાં બર્થડે ઉજવી બાર ગર્લને બોલાવી અશ્લીલ ડાન્સ કરી પોલીસને ચેલેન્જ આપ્યું હતું. ત્યારબાદ આજે બેકમાં લૂંટની ઘટના બની હતી. બીજી તરફ બપોરે એક યુવકે જાહેરમાં તલવાર લઈને રોમિયોગીરી કરી છે અને યુવતીની જાહેરમાં છેડતી કરી તેને એસિડ એટેક કરવાની ધમકી આપ્યા હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જોકે પોલીસ હવે આ બેફામ લુખ્ખાઓ પર શું એક્શન લે છે તે જોવું રહ્યું

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે પરપ્રાંતિય પરિવારની યુવતી રોમિયોનો ભોગ બની હતી. યુવતી તેમના જ ફળિયામાં રહેતા યુવાન દ્વારા અપશબ્દ બોલી છેડતી કરી એસિડ એટેકની ધમકી આપવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરાના પ્રિયંકા ગ્રીન સિટી ખાતે રહેતા પરપ્રાંતીય પરિવારની યુવતી લુખ્ખા ટપોરીઓનો ભોગ બની હતી. યુવતીને તેમના બાજુમાં આવેલ બાલાજી નગર સોસાયટીમાં રહેતા રાહુલસિંઘ નામનો યુવાન છેલ્લા ઘણા સમયથી માનસિક ત્રાસ આપી તેની છેડતી કરી રહ્યો હતો. 

આ માથાભારે યુવાન યુવતીને અવારનવાર છેડતી કરતો હતો. યુવતી તાબે નહીં થાય તો  તેના પર એસિડ ફેંકવાની ધમકી આપતો હતો. સાથે જ યુવતી આ ટપોરીની વાત નહીં માને તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. રોમિયોગિરી અને લુખ્ખાગિરી પર ઉતરી આવેલા યુવકે તલવાર લઈ ફળિયામાં ખુલ્લેઆમ હોબાળો મચાવ્યો હતો. અને લુખ્ખાગિરીના દ્રશ્યો નજીકના સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા. યુવક સોસાયટીમાં ખુલ્લેઆમ મુખ્ય માર્ગ પર હાથમાં હથિયાર લઇને આતંક મચાવતો જોવા મળ્યો હતો. 

જોકે આ બાબતે યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી.  ત્યારે હવે સ્થાનિક પોલીસ જો ઘટનાની ગંભીરતા નહીં દાખવે અને યુવક સામે કાર્યવાહી નહી કરે તો આ પ્રકરણ મોટું સ્વરૂપ લઇ લે તો નવાઈ નથી.

Your email address will not be published. Required fields are marked *