Abu Dhabi drone attack: UAEમાં એરપોર્ટ નજીક ડ્રોન હુમલો, 3 ઓઈલ ટેન્કર બળીને ખાખ

| Updated: January 17, 2022 5:00 pm

અબુ ધાબીના નવા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શંકાસ્પદ ડ્રોન હુમલો હોવાની વાત સામે આવી છે જેમા યમનની ઈરાન-સંબંધિત હુથી ચળવળએ જણાવ્યું છે કે કે ગલ્ફ રાજ્યના સત્તાવાળાઓએ રાજધાની અબુ ધાબીમાં બે આગની જાણ કર્યા પછી તેણે સંયુક્ત આરબ અમીરાત પર હુમલો કર્યો છે અને આ હુમલો ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હોવાની આંશકા જોવા મળી રહી છે.અને તેની સાથે જો વાત કરવામાં આવે હુમલાની તો

નવા અબુ ધાબી એરપોર્ટ પર ઈંધણ વહન કરતા ત્રણ ટેન્કરોને નિશાન બનાવીને હુમલો કરાયો હતો અને તેની સાથે જ હુમલાના પરિણામે પર્સિયન ગલ્ફમાં તણાવમાં વધારો થયો હતો.14 સપ્ટેમ્બર, 2019 ના રોજ સાઉદી અરેબિયામાં બે મુખ્ય તેલ સ્થાપનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને આ બે હુમલાઓ કરવામાં આવ્યા હતા.

અબુ ધાબી પોલીસે દ્વારા જણાવ્વામાં આવ્યું કે ત્રણ ઓઇલ ટેન્કરમાં આગ અને વિસ્ફોટની જાણ કરવામાં આવી છે અને UAEના નવા એરપોર્ટના નિર્માણ સ્થળ પર પણ સતાવાર માહિતી આપવામાં આવી છેહુમલો એટલો ભીષણ હતો કે આગ અબુ ધાબી એરપોર્ટ સુધી પહોંચી હતી અને પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટ પહેલા ડ્રોન જોવા મળ્યા હતા.અને આ હુમલો શંકાસ્પદ થયું હોવાનું સામે આવ્યું છે.

અબુ ધાબીના એરપોર્ટ નજીક એક શંકાસ્પદ ડ્રોન હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. યમનના ઈરાન-સંબંધિત હુથી આંદોલને કહ્યું કે તેણે સંયુક્ત આરબ અમીરાત પર હુમલો કર્યો છે.આ ધટના આજે સવારે બની હોવની વાત સામે આવી છે અને તેની એરપોર્ટ પર કોઈ નુકસાનના અહેવાલ હાલ મળી રહ્યા નથી.સાઉદી અરેબિયા બાદ હુથી વિદ્રોહીઓએ UAE પર હુમલા શરૂ કર્યા હોવાની વાત સામે આવી છે.

Your email address will not be published.