VIDEO: તમિલનાડુમાં બે બસ વચ્ચે સામસામે ટક્કર, 30 મુસાફરોને ગંભીર ઈજા

| Updated: May 18, 2022 4:50 pm

તમિલનાડુના સાલેમમાં બે બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં 30 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. આ ઘટના બસમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. મંગળવારે સાંજે ઈડાપ્પડીથી આવી રહેલી એક ખાનગી બસ તિરુચેંગોડેથી આવતી બીજી બસ સાથે અથડાઈ હતી.

અકસ્માત કેમેરામાં કેદ

બસમાં લગાવવામાં આવેલ કેમેરામાં તમામ ઘટના કેદ થઈ હતી. પુરપાટ ઝડપે સામેથી આવતી બીજી બસ સાથે અથડાઈ હતી. જેના કારણે બસના ડ્રાઇવરની કેબિનમાં બેઠેલા મુસાફરો અને ડ્રાઇવર કૂદીને પડી ગયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર ઘણા લોકો વિન્ડસ્ક્રીન પર પડ્યા હતા.

ખોટી લેન પરથી આવી બસ

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બસ ડ્રાઈવર આરામથી બસ પોતાની લેનમાં ચલાવી રહ્યો હતો, પરંતુ સામેથી એક બસ ખોટી લેનમાં આવી ગઈ જેના કારણે બંને વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો.

કાચના ટુકડા ડ્રાઈવરના માથામાં વાગ્યા

આ દરમિયાન બસના ડ્રાઈવર, કંડક્ટર અને અન્ય એક મુસાફર બસના આગળના કાચ સાથે અથડાયા હતા. કાચ તૂટી ગયો હતો અને તેના કેટલાક ટુકડા ડ્રાઇવરના માથામાં ઘૂસી ગયા હતા. આ પછી તેઓ કોઈક રીતે પોતાની જાતને સંભાળતા જોવા મળે છે. રસ્તા પર વરસાદી પાણી દેખાય છે. અકસ્માત થતાં જ આસપાસના વિસ્તારોમાંથી લોકો ઘાયલોની મદદે આવી પહોંચ્યા હતા.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલોમાં દાખલ કરાયા

આ અકસ્માત થતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Your email address will not be published.