ધોળકા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત : ત્રણ મહિલા સહિત પાંચના ઘટનાસ્થળે જ મોત

| Updated: January 9, 2022 4:47 pm

ધોળકા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યાં હતા. ઈકો ગાડીમાં સવાર ખેડા જિલ્લાના વારસંગના રહેવાસી ઠાકોર પરિવારના સભ્યો વારસંગથી નીકળીને બરવાળા ખાતે માતાજીનાં દર્શન કરવા માટે જતા હતા.

આ દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી નજીક વહેલી સવારે ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ઇકો કારનો સાવ ભુક્કો બોલી ગયો હતો.

અકસ્માતમાં ઘાયલોને 108 મારફતે ધોળકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અક્સમાતમાં ત્રણ મહિલા અને બે પુરુષ એમ પાંચ લોકોનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક જાણકારી પ્રમાણે, ઈકો ગાડીમાં ચાર બાળક, પાંચ પુરુષ અને છ મહિલા હતાં, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

Your email address will not be published.