લુણાવાડામાં ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો આરોપી પકડાયો

| Updated: January 9, 2022 2:37 pm

ઉત્તરાયણના થોડા દિવસો પહેલા જ બજારમાં માંજા,પતંગ, ફીરકીઓ વેચાવાનું ચાલુ થઇ જાય છે. બજાર પતંગ તેમજ ફીરકીઓની દુકાનોથી ધમધમી ઉઠે છે. તેમજ ઉત્તરાયણ માટે ઉત્સાહિત લોકો પતંગોની ખરીદી કરવા નીકળી પડે છે.

આ તહેવારનો લાભ ઉઠાવીને પૈસા કમાવવા માટે અમુક લોકો પતંગ તેમજ ફીરકીનું ગેરકાયદેસર વેચાણ કરે છે. આવા લોકોને પકડવાની પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ થતું રહે છે. ત્યારે આવી જ એક ઘટના મહીસાગરના લુણાવાડામાં બની હતી.

લુણાવાડા નગરમાં એક ઇસમ ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હતો. પોલીસે અચાનક આવીને દરોડા પાડતા તે ઇસમની ધરપકડ કરી હતી. આ આરોપી લુણાવાડાના બેડા ફળી વિસ્તારમાં રહેતો હતો અને તેનું નામ મોહમદ સાકીર હતું.

પતંગ ચગાવતી વખતે ચાઇનીઝ દોરીઓનો ઉપયોગ કરવાની મનાઈ હોવા છતા પણ વેચાણ કરતો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી. મોહમદ સાકીરની 127 ચાઇનીઝ દોરીઓની ફીરકી સાથે તેમજ 13,750 રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

Your email address will not be published.