હોલ્સિમના સોદાના પગલે અદાણી ભારતમાં બીજા નંબરની સિમેન્ટ કંપની બનશે
મુંબઈઃ હોલ્સિમના અંબુજા સિમેન્ટ્સ અને તેની પેટા કંપની એસીસીમાં 81,000 કરોડ (10.5 અબજ ડોલર)ના ખર્ચે હિસ્સો લેવાની જાહેરાત કર્યા પછી અદાણી બંને કંપનીઓના શેરધારકોને 31,139 કરોડની ઓપન ઓફર કરી શકે છે. આ ઓફર તેને 31.139 કરોડમાં પડશે. આ સોદાના લીધે અદાણી ભારતમાં અલ્ટ્રાટેક પછી બીજા નંબરની સિમેન્ટ કંપની બની જશે.
શેરબાજરને પાઠવેલી નોટિસમાં આ ઓપન ઓફરના જોઇન્ટ મેનેજર આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ અને ડોએચ્ચ ઇક્વિટીઝ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે સમગ્ર હિસ્સા વેચાણ પ્રક્રિયા માટે હોલેન્ડમાં હોલ્ડરફિન બીવીની સંથ્પના કરવામાં આવી છે. મોરેશિયસ સ્થિત કંપની અંબુજા સિમેન્ટ્સ અને એસીસીમાં હિસ્સો ધરાવે છે. તેના બદલામાં અંબુજા 50 ટકા હિસ્સા ધરાવે છે.
અદાણી જૂથનું મોરેશિયસ સ્થિત એકમ એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ 51.6 કરોડ શેર ખરીદશે અને તેમા 26 ટકા શેરમૂડી અંબાજુ સિમેન્ટન્સની હશે. આ શેર ખરીદી પ્રતિ શેર 385 રૂપિયાના ભાવે થશે. આ રીતે કુલ 19,879 કરોડની રકમ ચૂકવશે. અદાણી કુટુંબ એસીસીમાં 26 ટકા હિસ્સો પ્રતિ શેર 2,300 શેરના ભાવુ કુલ 11,259 કરોડમાં ખરીદશે.
હોલ્સિમના ભારતમાં 6.5 અબજ ડોલર (50,000 કરોડથી વધુ રકમ)ના કારોબારને અડાણીએ હસ્તગત કરવાનો કરાર કર્યા પછી તરત જ ઓપન ઓફર એક્ટિવેટ થઈ ગઈ છે. એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટના શેરધારક એક્સેન્ટ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ મોરેશિયસ સ્થિત કંપની છે અને તેના પ્રમોટર એક્રોપોલિસ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ છે, તે અદાણી જૂથનું છે. બેન્કરે જણાવ્યું હતું કે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક, બાર્કલેઝ કેવપિટલ અને ડોએચ્ચ બેન્ક અને અબુધાબી સ્થિત સોવરિન ફંડ અદાણી કુટુંબના સિમેન્ટ કારોબારને હસ્તગત કરવાની પ્રક્રિયાને ફંડિંગ પૂરું પાડવા તૈયાર થઈ ગયા છે.
અદાણી ગ્રુપ કંપનીઓએ વર્તમાન બિઝનેસીસની વૃદ્ધિ માટે અને નવા કારોબારમાં પ્રવેશવા ડેટ ફાઇનાન્સિંગને સાધન બનાવ્યું છે. ગ્રુપ કંપનીઓનું સંયુક્ત ઋણ 31 માર્ચના અંતે 2.22 લાખ કરોડ પર પહોંચી ગયુ હતુ, જે ગયા વર્ષના અંતે 1.57 લાખ કરોડ હતું. તેના લીધે તેનો ડેટ ટુ ઇક્વિટી રેશિયો માર્ચના અંતે વધીને 2.36 ટકા થઈ ગયો હતો. આ રેશિયો વર્ષ પહેલા 2.02 હતો. જ્યારે 2018-19માં તો તે 1.98 જેટલો નીચો હતો. માર્ચના અંતે અદાણી ગ્રુપ કંપનીઓ પાસે રોકડ અને બેન્ક બેલેન્સ 26,989 કરોડ હતું. ઉદાહરણ તરીકે જોઈએ તો ટાટા જૂથની લિસ્ટેડ કંપનીઓનો ઋણબોજ 3.35 લાખ કરોડ છે. પણ તેનો ડેટ-ટુ-ઇક્વિટી રેશિયો 1.01 છે, જે વર્ષ અગાઉ 1.02 હતો.