મોતની ધમકી બાદ સલમાન ખાનને બંદૂકનું લાઇસન્સ મળ્યું

| Updated: August 1, 2022 4:57 pm

મુંબઈ પોલીસે બોલિવૂડ સ્ટાર (Bollywood star) સલમાન ખાન(Salman khan) ને અને તેના પિતા તથા પીઢ લેખક સલીમ ખાન (Salim Khan)ને જૂનમાં મોતની ધમકી મળ્યા પછી અંગત ધોરણે બંદૂક રાખવાનું લાઇસન્સ મંજૂર કર્યુ છે, એમ સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું.

જુલાઈના અંતમાં સલમાન ખાને પોલીસ કમિશ્નર તરીકે વિવેક ફણસાલકરને બંદૂકના લાઇસન્સ માટે વિનંતી કરી હતી. જો કે પોલીસે આ વિનંતી તે સમયે નકારી કાઢી હતી. જો કે તેના પછી યોગ્ય રુટે અરજી કરવામાં આવતા તમામ પ્રક્રિયાઓ પૂરી કર્યા પછી ગયા સપ્તાહે રવિવારે લાઇસન્સના પેપર આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Taapsee Pannu Birthday: તાપસી પન્નુ એક ફિલ્મ માટે આટલો ચાર્જ લે છે…

બોલિવૂડ સ્ટાર અને ભૂતપૂર્વ સ્ટાર લેખક સલીમને જુનમાં મોતની ધમકી મળ્યા પછી મુંબઈ પોલીસે તેમના બાંદ્રા ખાતેના નિવાસ્થાને સુરક્ષા વ્યવસ્થા વધારે સઘન બનાવી છે અને બીજા પગલાં પણ લેવા માંડ્યા છે. અત્યાર સુધી સલમાન ખાન પાસે અંગત ધોરણે કોઈ શસ્ત્ર ન હતું. પણ હવે ધમકી મળ્યા પછી સલમાન ખાનને પણ અંગત ધોરણે લાગવા માંડયુ છે કે ભલે બોડીગાર્ડ અને બધુ હોય પણ સ્વરક્ષા માટે એકાદ શસ્ત્ર તો હાથવગુ હોવું જ જોઈએ.

જૂનના પ્રારંભથી જ બોલિવૂડના ખાન સેલિબ્રિટીને ધમકી મળવા માંડી હતી કે તમારા હાલ પણ સિદ્ધુ મૂસેવાલા જેવા કરવામાં આવશે. સલમાન ખાનને ધમકી મળવાના પગલે બોલિવૂડ જગતમાં સન્નાટો મચી ગયો હતો. બોલિવૂડની સેલિબ્રિટીઓ પણ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બની ઉઠી છે. લગભગ દરેક બોલિવૂડ સેલિબ્રિટીએ પોતાનું અંગત સુરક્ષા કવચ વધારે સઘન બનાવવા પર ધ્યાન આપવા માંડ્યુ છે. આ સ્વાભાવિક પણ છે. દરેક બોલિવૂડ સેલિબ્રિટી પાછળ કરોડો રૂપિયા દાવ પર લાગેલા હોય છે. કમસેકમ એકાદનું પણ જો સિદ્ધાર્થ મૂસેવાલાની જેમ મોત થાય તો કેટલાય ફિલ્મ નિર્માતાઓએ કરોડો રૂપિયાનું નાહી નાખવુ પડે.

મુંબઈ પોલીસ પણ હવે બોલિવૂડને ફરીથી મળવા લાગેલી ધમકીઓને ગંભીરતાથી લઈ રહી છે. બોલિવૂડને દરેક સેલિબ્રિટીને તેણે જણાવી દીધું છે કે તેને મળનારી ધમકીઓને તેણે હળવાશથી ન લેવી અને તેના અંગે મુંબઈ પોલીસને તાકીદે જાણ કરવી. મુંબઈ પોલીસ તેની સુરક્ષા માટે તાકીદના પગલા લેશે અને ધમકીઓનું મૂળ પણ શોધશે. સલમાન ખાને બંદૂકનું લાઇસન્સ લીધા બાદ આગામી સમયમાં વધુને વધુ સેલિબ્રિટીઓમાં અંગતઃ ધોરણે શસ્ત્રો રાખવાનું ચલણ વધે તો આશ્ચર્ય નહી થાય.

Your email address will not be published.