અમદાવાદમાં છેલ્લા સાત દિવસમાં 2.16 લાખ બાળકોને વેક્સિન આપવામાં આવી

| Updated: January 11, 2022 4:37 pm

ગુજરાતમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને પગલે સરકાર દ્વારા લોકોને વેક્સિન લેવા માટેની ખાસ અપીલ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ રાજયની શાળાઓમાં 1100થી વધારે બાળકો કોરોના સંક્રમિત થતા તંત્ર ઉંધા માથે થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા 15 થી 18 વર્ષના બાળકોને પણ વેક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લા 7 દિવસમાં 2.16 લાખ બાળકોએ વેક્સિન લીધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કોચિંગ ક્લાસીસ અને ટ્યુશન ક્લાસીસોમાં જઈ વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાળકોને વેક્સિન આપવાની કામગીરી પુર જોશમાં કરવામાં આવી રહી છે. શાળાઓમાં ભણતા બાળકોને તો વેક્સિન આપી દેવામાં આવી હતી. જયારે શાળાએ નથી જતા તેવા બાળકોનો પણ ડેટા નીકાળી વેક્સિન આપવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા છેલ્લા 7 દિવસમાં શહેરના 70 ટકા જેટલા બાળકોને વેક્સિન આપવામાં આવી દીધી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં 75 હજાર જેટલા બાળકોનો ડેટા શોધી તેઓને વેક્સિન આપવામાં આવી હતી.

આ અંગે એએમસીના અધિકારીઓએ જણાવ્યું છે કે, શહેરમાં જે બાળકો શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તેમાંથી 80 ટકા બાળકોમાં વેકસીનેશન થઈ ગયું છે. હવે જે બાળકો શાળાએ જતા નથી અને જે બાળકોએ કોઈ કારણોસર અભ્યાસ કરવાનું છોડી દીધું છે તેવા બાળકોને પણ વેક્સિન આપવાની કામગીરી શરુ કરવામાં આવી છે. બીજી તરફ અલગ-અલગ કોચિંગ ક્લાસીસ અને ટ્યુશન ક્લાસીસોમાં પણ આરોગ્ય વિભાગે વેક્સિનેશન માટેના પ્રયાસો શરૂ કર્યા છે તેમાં જે પણ 15 થી 18 વર્ષનો બાળક છે જો તેને વ્યક્તિના લીધી હોય તો તેને આપવામાં આવી રહ્યું છે.

6 દિવસમાં થયેલ વેક્સિનેશનની વિગતો

તારીખમધ્ય ઝોનપૂર્વ ઝોનઉત્તર-પશ્ચિમ ઝોનઉત્તર ઝોનદક્ષિણ-પશ્ચિમ ઝોનદક્ષિણ ઝોનપશ્ચિમ ઝોન
3 જાન્યુઆરી3809810452065382251063655495
4 જાન્યુઆરી4740761591069138664468406081
5 જાન્યુઆરી2880739065636935309868656433
6 જાન્યુઆરી4943413752259261247545204965
7 જાન્યુઆરી2094316948373500252243834419
8 જાન્યુઆરી4224225023152218111182263654
9 જાન્યુઆરી1988706623381781377981
કુલ22888335353391436772185383857632028

Your email address will not be published.