કોરોના ટેસ્ટ કરાવવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતાં બપોર સુધીમાં કોરોના કીટ જ ખુટી પડી

| Updated: January 18, 2022 3:21 pm

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સંક્રમણ વધતા લોકોમાં ફરી એકવાર ફફડાટ વ્યાપી ગયો છે. કેસો વધતા લોકોની ટેસ્ટિંગ ડોમમાં ભારે ભીડ પણ જોવા મળી રહી છે. તો શહેરના કેટલાક ડોમમાં મર્યાદિત ટેસ્ટિંગ કીટ આપવામાં આવતા લોકોમાં ભારે હાલાકી પણ જોવા મળી રહી છે.

અમદાવાદા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે સાવચેતીને પગલે શહેરના ટેસ્ટિંગ ડોમમાં ફરી એકવાર લોકોની લાંબી કતારો લાગી છે. શહેરના પૂર્વ વિસ્તારના મોટાભાગના અર્બન હેલ્થ સેન્ટરો અને ડોમ ઉપર એન્ટીજનની ટેસ્ટિંગ કિટો મર્યાદિત હોવાના લીધે વહેલી પુરી થઇ જતાં લોકોને ધરમધક્કા ખાવાનો વારો આવે છે. ઘણી જગ્યાએ ટેસ્ટિંગ કિટો પુરી થઈ જતા બપોર પહેલા જ ડોમ બંધ કરી દેવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરુ કરવામાં આવેલ ટેસ્ટિંગ ડોમમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તો હાલ કોર્પોરેશનની કોઈ પણ પ્રકારની તૈયારી ન હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. કોરોનાની ગણતરીની કીટો આપતા બપોર પહેલા જ તમામ કીટો પૂર્ણ થઈ જાય છે અને લોકોને ધક્કાખાવાના વારા આવી રહ્યા છે. જો કે, હાલ લોકો એન્ટિજન ટેસ્ટ કરતા આરટીપીસીઆર ટેસ્ટ કરાવી રહ્યા છે.

Your email address will not be published.