વાસણામાં 13 વર્ષીય સગીરને તેનો જ મિત્રએ ધાબા પર લઇ જઇ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું

| Updated: April 23, 2022 8:29 pm

વાસણા વિસ્તારમાં 13 વર્ષના સગીર સાથે તેના જ મિત્રએ સૃષ્ટી વિરુધ્ધનું ક્રૃત્ય આચર્યું હતુ. આરોપી પણ સગીર હોવાથી પોલીસે તેની ધરપકડ કરી ન હતી ફક્ત અટકાયત કરી હતી. આ અંગે વાસણા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, વાસણા વિસ્તારમાં 13 વર્ષનો સગીર તેના પરિવાર સાથે રહે છે. સગીર ધરોણ – 8માં અભ્યાસ કરે છે અને તેના પિતા શહેરના સીટી વિસ્તારમાં પ્રાઇવેટ નોકરી કરે છે. ગઇકાલે સગીર રમતો હતો આ દરમિયાન તેને તેના મિત્રએ ધાબા પર લઇ જવા કહ્યું હતુ. ધાબા પર જવાની સગીરને ના પાડી હતી. આ દરમિયાન તેની સાથે રમતા અન્ય બાળકો જતા રહ્યા હતા. આ સમયે તેનો મિત્ર 13 વર્ષીય સગીરને ધાબા પર ખેંચીને લઇ ગયો હતો.

તેને ખેંચીને લઇ ગયા બાદ ઝપાઝપી કરી બળજબરી પૂર્વક સૃષ્ટી વિરુધ્ધનું ક્રૃત્ય આચર્યું હતુ. આ અંગે સગીરે ઘરે જઇ તેના પરિવારને જાણ કરી હતી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે વાસણા પોલીસને જાણ કરતા પોલીસે સૃષ્ટી વિરુધ્ધનું ક્રૃત્ય કરનાર સગીરની અટકાયત કરી હતી. આ અંગે વાસણા પોલીસે ફરિયાદ નોધી હતી. જોકે પોલીસ સાઇકોલોજીસ્ટની મદદ પણ લેશે તેમ જણાવ્યું હતુ. બંને સગીરના કાઉન્સીલીંગ પણ કરાશે તેમ પોલીસ જણાવી રહ્યા હતા.

Your email address will not be published.