નવરંગપુરા વિજય ચાર રસ્તા પાસે આવેલા બાઈક્સ ઓટો ગોલ્ડન કોઈનની ડીલરશીપ ધરાવતા બે બાપ દિકરાએ સરાકર સાથે ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોધાઇ છે. બંને ડિલરોએ ભેગા મળી 15 દિવસ વાહન વેચાણ ન કરવાનું હોવા છતાં 80 વાહનોનું વેચાણ કર્યું હતું. સોફ્ટવેરમાં 68 વાહનોની પેનલ્ટી, વ્યાજ સહિત ટેક્ષની ચોરી કરી હતી. આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં સાહિલ અને નૈશાધ શાહ સામે ઠગાઇનો ગુનો નોધાયો હતો.
ચાંદખેડા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં વિનીતાબેન યાદવ (ઉ.29) રહે છે અને અમદાવાદ આરટીઓ ખાતે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તરીકે ફરજ બજાવે છે. ગત 26 માર્ચ 2021ના રોજ નવરંગપુરા ખાતેના બાઈક્સ ઓટો ગોલ્ડન કોઈન ડીલરશીપ હેઠળ ચેસીસ નંબર તથા એન્જીન નંબરનુ વાહન વેચાણ કરવામાં આવ્યું હતુ. જોકે આ વાહન પર 11 જુનના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન દ્વારા મેમો ઇસ્યુ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડિલર દ્વારા સીઆરટીએમ ઇસ્યુ થયો હતો. સેલ ઇનવોઇસ, વિમો ઇસ્યુ કર્યા વગર જ ડિલરે વાહન વેચાણ કર્યું હતુ અને તેથી આરટીઓ અધિકારીએ તેમને 20 દિવસ સુધી ટીસી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.
જે અનુસંધાને ડિલરે આ અંગે અપીલ કરી હતી જેથી એપેલેટ ઓથોરોટી અને વાહન વ્યવહાર કમિશનર દ્વારા 15 દિવસ ટીસી સસ્પેન્ડ કરવા હુકમ કર્યો હતો. આ દરમિયાન એક પણ વાહન વેચાણ કરી શકાય નહી તેમ છતાં સસ્પેન્સન ગાળામાં પણ તેમણે વાહનો વેચાણ કર્યા અને તેની ફરિયાદો મળી હતી. બાઇક્સ ઓટો, યુનિવર્સલ પટેલ સુઝુકી, કીરણ મોટર્સના ડિલર્સ પણ સસ્પેન્સન દરમિયાન વાહનો વેચાણ કર્યા હતા કે, કેમ તેની તપાસ કરવામાં આવી હતી.
સસ્પેન્સન દરમિયાન આરોટીઓના અધિકારીઓએ તપાસ કરતા ઇનવોઇસ ઇન્સ્યોરન્સ તેમજ પેમેન્ટની વિગતોની ચકાસણી કરી હતી. આ દરમિયાન 80 વાહનોનું વેચાણ કરી ડીલીવરી આપાવમાં આવી હતી. આમ 80 વાહનોના ઓનલાઇન સીઆરટીઇએમપી મોડા ઇસ્યુ કર્યા હતા. આમ 80માંથી 68 વાહનો ખોટા ઇનવોઇસ વાહન -4 માં અપલોડ કરી ટેક્ષ મોડા ભરપાઇ કરી પેનલ્ટી, વ્યાજ ન ભરી સરકારને ટેક્ષ અને પેનલ્ટીમાં 13,854 ઓછા અને દંડ 1.02 લાખનું નુકશાન પહોચાડ્યું હતું. આ અંગે ડિલર સાહીલ નૈશાધ શાહ અને નૈશાધ ઉપેન્દ્રભાઇ શાહ સામે 420,465,467,468 અને 471 ની કલમો હેઠળ ગુનો નોદ્યો હતો.