મલ્ટી લેવલ માર્કેટિંગમાં લાખો રૂપિયા ગુમાવ્યા બાદ રોકાણ માટેની નવી મોડ્સ ઓપરેન્ડી વિકસાવી રોકાણકારોના રૂપિયે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર આરોપીને સાયબર ક્રાઈમે પકડી પાડ્યો હતો. સાઇબર ક્રાઇમે આરોપીને મુંબઇના થાણેથી પકડી પાડ્યો હતો. આરોપી વિરુધ્ધમાં 12.50 લાખની ઠગાઇની ફરિયાદ નોધાઇ છે.
અમદાવાદના એક વેપારીને સિબા મેજીક કોઈનમાં રોકાણ કરવાના બહાને રૂ.12.50 લાખની ઠગાઈ થઈ હતી. જેથી વેપારીએ સાઇબક ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા સિબા મેજીકની વેબ સાઈડ મહારાષ્ટ્રથી ઓપરેટ થતી હોવાનું સામે આવ્યું છે. જેના પગલે સાયબર ક્રાઈમની ટીમે મુંબઈના થાણેથી વેબસાઇટ ચલાવનાર આરોપી મનોજકુમાર શાહને પકડી પાડ્યો છે. તેની પાસેથી બે ફોન, બે લેપટોપ અને એક એસઓપી બુક કબ્જે કરવામાં આવી છે.
પુછપરછમાં આરોપી અગાઉ મલ્ટીલેવલ માર્કેટિંગમાં રોકાણ કરતો હતો. જેમાં તેના લાખો રૂપિયા ડુબીયા બાદ પોતે જે રીતે ભોગ બન્યો તે રીતે લોકો છેતરવાનું શરૂ કર્યું હતું. ક્રિપ્ટો કરન્સી કોઈનમાં અલગ અલગ સ્ક્રીમ નામે પૈસા પડાવવા એપ્લિકેશન શરૂ કરી હોવાનું સામે આવ્યું છે. જેથી વેબસાઈટ અને એપ્લિકેશન ડેવલોપ કરનારની સાઇબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે.